1. Home
  2. ગુજરાતી
  3. પેટ્રોલ-ડીઝલની કિંમત ફરીવાર વધી, એક દિવસની રાહત બાદ હવે આ છે નવો ભાવ
પેટ્રોલ-ડીઝલની કિંમત ફરીવાર વધી, એક દિવસની રાહત બાદ હવે આ છે નવો ભાવ

પેટ્રોલ-ડીઝલની કિંમત ફરીવાર વધી, એક દિવસની રાહત બાદ હવે આ છે નવો ભાવ

0
Social Share
  • સામાન્ય જનતાને પડી રહી છે આર્થિક ફટકાર
  • કેટલાક રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂ. ને પાર
  • ગુજરાતમાં પણ પેટ્રોલની કિંમત સદી મારે તેવી શક્યતા

અમદાવાદ: પેટ્રોલ-ડીઝલની કિમતમાં દિનપ્રતિદિન વધારો થતો જોવા મળે છે.જેથી સામાન્ય લોકો આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. મંગળવારે ભાવ સ્થિર રહ્યા બાદ આજે એટલે કે બુધવારે ફરી એકવાર કિમતોમાં વધારો થયો છે.આ સાથે હવે દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. પહેલેથી જ ઘણા શહેરોમાં, પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 100 રૂપિયાને પાર પહોંચી છે. હવે બુધવારે ઓઇલ કંપનીઓએ ચાર મોટા મહાનગરોમાં પેટ્રોલના ભાવમાં 25 પૈસા અને ડીઝલના ભાવમાં 14 પૈસાનો વધારો કર્યો છે.

પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ બાદ 4 મેથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાનો રાઉન્ડ શરૂ થયો છે. પેટ્રોલની કિંમત 100 ને પાર કરી ગયા બાદ કેટલાક શહેરોમાં ડીઝલે પણ સદી ફટકારી છે. એક તરફ ઇંધણના વધતા ભાવ દેશના સામાન્ય લોકોને અસર કરી રહ્યા છે.તો બીજી તરફ સરકાર પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો માટે ક્રૂડ ઓઇલને દોષી ઠેરવી રહી છે. ભારત તેની ક્રૂડ તેલની જરૂરિયાતમાંથી 80 ટકાથી વધુની આયાત કરે છે. તાજેતરમાં જ સરકારે રાજ્યોને પેટ્રોલ અને ડીઝલ પર લગાવવામાં આવતા વેટ ઘટાડવા જણાવ્યું છે.

જો કે સરકાર દ્વારા ઈલેક્ટ્રોનિક વાહનોને લઈને જો ખાસ પ્રકારની પોલીસી બનાવવામાં આવે અને લોકો ઈલેક્ટ્રિક વાહનો તરફ વળે તો આગામી સમયમાં સરકારની તથા સામાન્ય જનતા બંન્નેને મોટી રાહત મળી શકે તેમ છે. આમ પણ લાખોની સંખ્યામાં દેશમાં વાહનોને વેંચાય છે અને લોકો ખરીદે પણ છે. જો રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જીગ સ્ટેશનને લઈને ખાસ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ થાય તો દેશમાં એક અલગ પ્રકારની ક્રાંતિ પણ જોવા મળી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code