Site icon Revoi.in

દિવાળી પહેલા કોમર્સિયલ ગેસ સિલિન્ડરનો ભાવ વધ્યો, લોકોને વધુ એક ઝટકો

Social Share

અમદાવાદ: તહેવારનો સમય છે અને મોંઘવારી હવે લોકો વધારે પરેશાન કરી રહી છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ તો વધી જ રહ્યા છે પણ હવે ગેસના સિલિન્ડરના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વાત એવી છે કે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 નવેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે.

દેશની સૌથી મોટી સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન એ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 268 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 264 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે ઓઈલ કંપનીઓએ સામાન્ય માણસના ઉપયોગ માટે 14.2 કિલો નોન-સબસિડીવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. તેની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 14.2 કિલો નોન-સબસિડીવાળા LPG સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા પર યથાવત છે. ગયા મહિને ઓઈલ કંપનીઓએ સબસિડી વગરના 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં 15 રૂપિયાનો વધારો કર્યો હતો.