Site icon Revoi.in

વડાપ્રધાનએ કેરળના મુખ્યમંત્રી સાથે કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન વિશે વાતચીત કરી

Social Share

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સાથે વાતચીત કરી અને કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની સ્થિતિ વિશે ચર્ચા કરી. વડાપ્રધાનએ કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી લોકોનાં મોત પર પણ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે “કેરળના સીએમ શ્રી @vijayanpinarayi સાથે વાતચીત કરી અને કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની સ્થિતિ વિશે ચર્ચા કરી. અધિકારીઓ ઘાયલ અને પ્રભાવિતોની સહાયતા માટે સ્થળ પર કાર્યરત છે. હું તમામની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરૂં છું.એ દુઃખદ છે કે કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો, શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવદેના.”

ઉલ્લેખનીય છે કે,કેરળમાં કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને રાજ્યની વર્તમાન સિૃથતિને અતી ગંભીર ગણાવી છે. જ્યારે હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અહીંના તિરૂવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટાયમ, પઠાનમિથટ્ટા, અલાપ્પુઝા અને અર્નાકુલમ જિલ્લામાં 40 કિમી પ્રતી કલાકની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે અને વરસાદ પણ પડી રહ્યો છે.

કેરળના કોટ્ટાયમ જિલ્લામાં વરસાદ અને પુરને કારણે અત્યાર સુધીમાં 13 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ઇડુક્કી જિલ્લામાં નવ મૃતદેહો મળી આવ્યા છે. અલાપુર વિસ્તારમાં ચાર લોકોના મોત નિપજ્યા છે.

રાજ્યમાં દિવસભરના વરસાદના ઘટનાક્રમમાં કુલ 26 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે અનેક લોકો ગુમ છે અને સંપર્ક વિહોણા થઇ ગયા છે. જોકે પ્રશાસન સિૃથતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે અને જે લોકો ફસાયા છે તેમને બચાવવા માટે મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે.