- નેપાળના પ્રધાનમંત્રી 31મેના રોજ ભારત આવશે
- પીએમ મોદી સાથે અનેક મુદ્દાઓ પર કરશે ચર્ચા
દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નોથી પાડોશી દેશો સહીતના દેશઓ સાથે ભારતના સંબંધો સારા જોવા મળે છે જે અંતર્ગત વિદેશના મંત્રીઓ અને વડાઓ અવારનવાર ભારતની મુલાકાતે આવતા હોય છે ત્યારે એજ શ્રેણીમાં નેપાળના પ્રધાનમંત્રી એવા મ પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ની ભારત અને નેપાળ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને ભારતની મુલાકાતે 31 મેથી આવી રહ્યા છે તેઓની આ ય્તાર 4 દિવસની હશએ જ્યા તેઓ પીએમ મોદી સાથે અનેપ મુદ્દે વાતચીત કરશે.
ઉલ્લેખનીય છે કે ત્રીજી વખત પીએમ બન્યા બાદ આ તેમનો પ્રથમ વિદેશ પ્રવાસ છે.આ સહીત આ મુલાકાત દરમિયાન તેઓ 1 જૂને વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન ભારત અને નેપાળ વચ્ચે ઊર્જા, એમએલએટી જેવા મુદ્દાઓ સહિત અનેક બાબતે પર વાતચીત થઈ શકે છે. પીએમ ‘પ્રચંડ’ ગયા વર્ષે ડિસેમ્બરમાં ત્રીજી વખત નેપાળના વડાપ્રધાન બન્યા હતા.
આ સાથે જ તેઓ ત્રીજી વખત પીએમ બન્યા બાદ તેમનો પહેલો વિદેશ પ્રવાસ ભારતનો છે. નેપાળી પીએમ ભારત આવ્યા બાદ મધ્યપ્રદેશની પણ મુલાકાત લઈ શકે તેવી ઘારણાઓ છે. જાણકારી અનુસાર ઇન્દોરની વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અને ક્લીનલીનેસ ઇનિશિયેટિવનો અભ્યાસ કરશે.
માહિતી અનુસાર, ‘પ્રચંડ’ની આ મુલાકાતમાં બંને દેશો વચ્ચે ઊર્જા સિવાય, અપરાધિક મામલામાં પરસ્પર કાયદાકીય સહાયતા સંધિ પર ચર્ચા થઈ શકે છે. આ સિવાય ટ્રાન્ઝિટ પાવર ટ્રેડની પરવાનગી પર પણ વાતચીત અપેક્ષિત છે.