દેશના પ્રધાનમંત્રીએ 6જી સર્વિસ શરુ થવાને લઈને આપ્યા સંકેત-કહ્યું, આ દાયકાના અંત સુધીમાં મળશે આ સુવિધા
- 6જી સર્વિસને લઈને પીએમ મોદીએ આપ્યા સંકેત
- દેશમાં શરુ થી શકે છે 6જી સર્વિસ
દિલ્હીઃ- ભારત દેશ ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ આગળ વધતો જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 6જી સર્વિસને લઈને નવા સંકેત આપ્યા છે.પીએમ મોદીએ આજે મંગળવારે કહ્યું કે આ દાયકાના અંત સુધીમાં દેશમાં 6G સેવા શરૂ થઈ શકે છે.
પીએમ મોદીએ 6જીની વાત કરવા જણાવ્યું કે આ માટે સરકાર તરફથી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. દેશમાં 3G અને 4G સેવા ઉપલબ્ધ છે અને આગામી થોડા મહિનામાં 5G સેવા શરૂ થવાની તૈયારીમાં છે.
ઉલ્લેખનીય છે કે આજરોજ TRAIની સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે આગામી દોઢ દાયકામાં 5G દેશની અર્થવ્યવસ્થામાં $450 બિલિયનનું યોગદાન આપવા જઈ રહ્યું છે અને તેનાથી દેશની પ્રગતિ અને રોજગાર નિર્માણને વેગ મળશે. આ સાથે જ કનેક્ટિવિટી 21મી સદીમાં દેશના વિકાસની ગતિ નક્કી કરશે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે , “21મી સદીમાં ભારતમાં કનેક્ટિવિટી દેશની પ્રગતિની ગતિ નક્કી કરશે. તેથી દરેક સ્તરે કનેક્ટિવિટીને આધુનિક બનાવવી પડશે. વડાપ્રધાને કહ્યું કે 5G ટેક્નોલોજી દેશમાં શાસન, જીવનની સરળતા અને વ્યવસાય કરવાની સરળતામાં સકારાત્મક પરિવર્તન લાવવા જઈ રહી છે અને આનાથી કૃષિ, આરોગ્ય, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને દરેક ક્ષેત્રમાં પ્રગતિને વેગ મળશે,આ સાથે જ 6જી સર્વિસને લઈને કહ્યું કે “આ દાયકાના અંત સુધીમાં 6G સેવા શરૂ કરી શકાય તે સુનિશ્ચિત કરવા માટે એક ટાસ્ક ફોર્સે કામ કરવાનું શરૂ કર્યું છે.