Site icon Revoi.in

પ્રધાનમંત્રીએ એક પેડ માઁ કે નામ પહેલને સમર્થન આપવા બદલ ગુયાનાના રાષ્ટ્રપતિનો આભાર માન્યો

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એક પેડ માઁ કે નામ પહેલને સમર્થન આપવા બદલ ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઈરફાન અલીનો આભાર માન્યો હતો. મોદીએ ગઈકાલના મન કી બાત એપિસોડમાં ગુયાનામાં ભારતીય સમુદાય પ્રત્યેની તેમની પ્રશંસાનો પુનરોચ્ચાર કર્યો હતો.

ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઈરફાન અલીની પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ‘X’ પર કહ્યું હતું કે, “આપનો સહકાર હંમેશા આવકાર્ય છે. મેં મારા #MannKiBaat કાર્યક્રમ દરમિયાન તેના વિશે વાત કરી હતી. એ જ એપિસોડમાં ગુયાનામાં ભારતીય સમુદાયની પણ પ્રશંસા કરી.