- 28 મી ડિસેમ્બરે IIT કાનપુરમાં દીક્ષાંત સમારોહ
- પીએમ મોદી દીક્ષાંત સમારોહને કરશે સંબોધિત
- ટ્વિટ કરીને આ અંગે આપી જાણકારી
દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મી ડિસેમ્બર 2021 મંગળવારના રોજ IIT કાનપુરના દીક્ષાંત સમારોહને સંબોધન કરશે.પીએમ મોદીએ IIT-કાનપુર, અન્ય IIT અને વિશ્વભરમાં ફેલાયેલા વિશાળ IIT ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નેટવર્કના વિદ્યાર્થીઓને વડાપ્રધાનના ભાષણ સંદર્ભે વિચારો શેર કરવા આહ્વાન કર્યું છે.
એક ટ્વિટમાં, વડાપ્રધાને કહ્યું;
“હું દીક્ષાંત સમારોહને સંબોધવા માટે આ મહિનાની 28મી તારીખે @IITKanpur ખાતે આવવા માટે આતુર છું. આ એક વાઇબ્રન્ટ સંસ્થા છે, જેણે વિજ્ઞાન અને નવીનતા તરફ અગ્રેસર યોગદાન આપ્યું છે.
હું દરેકને સૂચનો શેર કરવા આમંત્રિત કરું છું.”
I look forward to being at @IITKanpur on the 28th of this month to address the convocation ceremony. This is a vibrant institution, which has made pioneering contributions towards science and innovation.
I invite everyone to share suggestions. https://t.co/obpVCb0NGb
— Narendra Modi (@narendramodi) December 22, 2021