વડાપ્રધાન 21 જૂને મૈસૂરથી યોગ દિવસનું નેતૃત્વ કરશે,મુખ્યમંત્રીએ તૈયારીઓની કરી સમીક્ષા
- વડાપ્રધાન 21 જૂને મૈસૂરથી યોગ દિવસનું નેતૃત્વ કરશે
- કર્ણાટકના મુખ્યમંત્રીએ તૈયારીઓની કરી સમીક્ષા
- ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આયોજન
બેંગલુરૂ:કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ મંગળવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓની સમીક્ષા કરી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂને મૈસૂરથી યોગ દિવસનું નેતૃત્વ કરશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે વડાપ્રધાન મોદી 21 જૂને મૈસૂર પેલેસમાં યોગ કરશે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, “મુખ્યમંત્રી બસવરાજએ તહેવારની તૈયારીઓની સમીક્ષા કરી.તેમણે મૈસુરના ડેપ્યુટી કમિશનરને 15,000 સહભાગીઓની યાદીને અંતિમ સ્વરૂપ આપવા જણાવ્યું છે.
તેમણે ડેપ્યુટી કમિશનરને કહ્યું છે કે,તે સુનિશ્ચિત કરે કે સમાજના તમામ વર્ગોને વડાપ્રધાન કાર્યાલયના નિર્દેશો મુજબ યાદીમાં સામેલ કરવામાં આવે.પાણી અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી છે.
બોમ્માઈએ અધિકારીઓને કહ્યું, “કેન્દ્રીય આયુષ મંત્રાલયને સહકાર આપો, જે યોગ દિવસ પર પ્રદર્શનનું આયોજન કરી રહ્યું છે.” એક કોર કમિટી પણ સામેલ છે જેથી ઇવેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે.