Site icon Revoi.in

વડાપ્રધાન આજે PM-KISAN અંતર્ગત આર્થિક લાભનો 8મો હપ્તો જારી કરશે

Social Share

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 મેના રોજ એટલે કે આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત નાણાકીય લાભનો 8મો હપ્તો વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સવારે 11 વાગ્યે જારી કરશે. આનાથી 9.5 કરોડથી વધુ લાભાર્થી કિસાન પરિવારોને રૂ. 19000 કરોડ ટ્રાન્સફર કરી શકાશે.

વડાપ્રધાન આ કાર્યક્રમ દરમિયાન ખેડૂત લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે. આ સમયે કેન્દ્રીય કૃષિ મંત્રી પણ ઉપસ્થિત રહેશે.

PM-KISAN યોજના અંતર્ગત, યોગ્યતા પ્રાપ્ત લાભાર્થી ખેડૂત પરિવારોને પ્રતિવર્ષ રૂ. 6000 જે 4 મહિને ત્રણ સમાન ઈન્સ્ટોલમેન્ટમાં પ્રતિ ઈન્સ્ટોલમેન્ટ રૂ.2000ના હિસાબે ચૂકવવાપાત્ર હોય છે. આ ફંડ લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટ્સમાં સીધા જ ટ્રાન્સફર કરવામાં આવે છે.

આ યોજના અંતર્ગત, સન્માન રકમ અત્યાર સુધીમાં ખેડૂત પરિવારોને રૂ. 1.15 લાખ કરોડથી વધુ ટ્રાન્સફર કરવામાં આવી છે.