1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ટીઆરબી જવાનોની હડતાળને લીધે ટ્રાફિકજામની સમસ્યા વકરી
અમદાવાદમાં ટીઆરબી જવાનોની હડતાળને લીધે ટ્રાફિકજામની સમસ્યા વકરી

અમદાવાદમાં ટીઆરબી જવાનોની હડતાળને લીધે ટ્રાફિકજામની સમસ્યા વકરી

0
Social Share

અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં મોટો વધારો થયો છે. વાહનોની સંખ્યા વધતા હવે તો શહેરના નાના-મોટા તમામ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. ટ્રાફિક પોલીસ એકલા હાથે ટ્રાફિકનું નિયમન કરાવી શકે એવી સ્થિતિ નથી તેથી ટ્રાફિક પોલીસની મદદમાં ટીઆરબી જવાનોને ફરજ સોંપવામાં આવે છે. ટીઆરબીના જવાનો અસહ્ય ગરમી, વરસાદ કે ઠંડી ઋતુમાં પણ રોડ પર ઊભા રહીને ફરજ બજાવતા હોય છે. ટીઆરબી જવાનોને માનદ વેતન આપવામાં આવે છે. ટીઆરબી જવાનોને પ્રતિદિન રૂપિયા 300નું વેતન પણ મળતું નથી. એટલે કે શ્રમિક રોજમદાર કરતા પણ ઓછું છે. આથી વેતન વધારાની માગણી સાથે ટીઆરબી જવાનો હડતાળ પર જતાં શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે.

અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમનની જવાબદારી સંભાળતા ટીઆરબી જવાનો ફિક્સ નોકરી અને પગાર વધારની માગને લઈને હડતાળ પર ઉતર્યા છે. નવરાત્રિના સમયે જ ટીઆરબી જવાનો આંદોલન કરતા રાત્રિના સમયે ગરબે રમવા જતાં લોકો ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.. ટીઆરબી જવાન હોય ત્યારે પોલીસની કામગીરીમાં ખૂબ જ મદદ થતી હોય છે, પરંતુ અત્યારે ટીઆરબી જવાનો હડતાલ પર હોવાથી પોલીસ પર કામનું ભારણ વધવાનું છે.  શહેરના રિવરફ્રન્ટ ખાતે ટીઆરબી જવાનો ભેગા થઇને હડતાળ પર બેઠા છે. અગાઉ પણ ટીઆરબી  જવાનોએ પગાર વધારાની માગ કરતાં અનેક કર્મચારીઓને છૂટા કરવાની ચીમકી અપાઇ હતી. જો કે, ચૂંટણી સમયે ટીઆરબી જવાનોને પગાર વધારો આપવાનો પણ વાયદો કરાયો હતો. સમગ્ર વિવાદને એક વર્ષ થવા છતાં પણ પગાર વધારો ન કરાતાં આખરે ટીઆરબી જવાનોએ ફરી હડતાળ પર ઉતર્યા છે.

ટીઆરબી જવાનોને રોજના રૂપિયા 300 લેખે મળતા પગારની સામે રૂપિયા 500 પગાર ચૂકવવાની માંગ કરવામાં આવી રહી છે. તેમજ મેડિકલ અને સરકારી કર્મચારીઓને મળતા લાભો આપવાની માંગ કરવામાં આવી છે. શહેરમાં 1600 ટીઆરબી  જવાનો સહિત રાજ્યભરના 10 હજાર જેટલા ટીઆરબી  જવાનો ટ્રાફિક પોઇન્ટ પર ઊભા નહીં રહે, જેથી ઠેર-ઠેર ટ્રાફિકની સમસ્યા સર્જાવાની શક્યતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code