Site icon Revoi.in

કોરોના કાળમાં બાળકોથી માંડી સિનિયર સિટીઝનમાં ફેશનેબલ માસ્કની બોલબાલા

Social Share

ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારી સામે લડી રહ્યાં છે. કોરોનાકાળમાં માસ્ક હવે જીવનનો એક ભાગ બની ચુક્યું છે. હવે લોકો કપડાના મેચીંગ માસ્ક પહેરવાનું પસંદ કરે છે. આ ઉપરાંત વિવિધ ફેશનના સ્ટાઈલીશ માસ્ક લોકો પસંદ કરી રહ્યાં છે. માસ્કની ભારે ડિમાન્ડને પગલે હવે કેટલીક કંપનીઓ ડિઝાઈનર અને ખાદીના માસ્ક પણ માર્કેટમાં ઉતારી રહ્યાં છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ ડિઝાઈનર માસ્કના ફોટો વાયરલ થઈ રહ્યાં છે. એટલું જ નહીં બ્રાઈડલ લુક માટે લોકો ખાસ માસ્ક બનાવી રહ્યાં છે.

કોરોના કાળમાં મહિલાઓ પોતાના કપડાં અનુસાર માસ્ક પહેરવાનું પસંદ કરી રહી છે. જેથી રેડિમેટ ડ્રેસનો વ્યવસાય કરતી કંપનીઓ હવે ડ્રેસના કાપડનું જ માસ્ક બનાવે છે.



 

મોટેરાઓની સાથે બાળકો માટે પણ ખાસ અને આકર્ષક માસ્ક માર્કેટમાં ઉપલબ્ધ છે. બાળકો માટે મોટુ-પતલુ સહિતના કાર્ટન કેરેક્ટરના માસ્ક લોકો ખરીદવાનું પસંદ કરી રહ્યાં છે.

મહિલાઓ પોતાના ડ્રેસના મેચિંગ માસ્કની સાથે બધાથી અલગ તરી આવવા માટે ફ્લોરલ માસ્ક પણ પહેરવાનું પસંદ કરી છે. જેથી સુરક્ષાની સાથે ફેશન સ્ટેટમેન્ટ પણ અકબંધ રહે છે.

હાલ કોરોના કાળમાં લગ્નપ્રસંગમાં ગણતરીના મહેમાનોને બોલાવવામાં આવે છે. જો કે, લગ્ન પ્રસંગ્રમાં કોરોનાથી સુરક્ષા માટે મહિલાઓ સ્ટોન લગાવેલા કપડાંના મેચિંગવાળા માસ્ક પહેરવાનું પસંદ કરે છે. આ ઉપરાંત લગ્નપ્રસંગમાં કન્યા બ્રાઈડલ માસ્ક ઉપર વધારે પસંદગી ઉતારે છે.