બ્રિટીશ રાજમાં શરૂ થયેલી પંજાબ મેલ ટ્રેને 111 વર્ષમાં દેશમાં ઘણા ઉતાર-ચડાવ જોયાં
નવી દિલ્હીઃ દેશની આર્થિક રાજધાની મુંબઈથી પંજાબની વચ્ચે દોડતી પંજાબ મેલને શરૂ થયે આજે 111 વર્ષ પૂરા થયાં છે. 1912માં બ્રિટીશ શાસન દરમિયાન અંગ્રજોએ પોતાના અધિકારીઓ વચ્ચે આ ટ્રેન શરૂ કરી હતી. આઝાદી પહેલા આ ટ્રેન મુંબીથી પેશાવર સુધી જતી હતી. જો કે, ભાગલા બાદ આ ટ્રેન મુંબઈથી પંજાબ વચ્ચે દોડવા લાગી હતી. આઝાદી પહેલા બ્રિટીશ શાસનમાં અંગ્રેજ અધિકારીઓમાં આ સૌથી લોકપ્રિય ટ્રેન હતી અને જે તે સમયે દેશની સૌથી ઝડપી ટ્રેનને માનવામાં આવતી હતી. અંગ્રેજોએ ટ્રેનનું નામ પણ પંજાબ લિમિટેડ રાખ્યું હતું. ભારતની આઝાદી બાદ પણ સરકારે આ ટ્રેન ચાલુ રાખવાની સાથે સમય-સમયે તેને આધુનિક બનાવવામાં આવી હતી.
પંજાબ મેલને અંગ્રેજ સરકારે 1લી જૂન 1912ના રોજ શરૂ કરી હતી. તે સમયે આ ટ્રેન બોમ્બેના બંદર નજીક આવેલા બલાર્ડ પિયર મોલ નામના સ્ટેશનથી દોડી હતી. તે સમયે આ ટ્રેન પેશાવર સુધી જતી હતી. જો કે, ભાગલા બાદ પેશાવર પાકિસ્તાનમાં જતુ રહેતા ટ્રેન પંજાબના ફિરોજપુર સુધી દોડતી હતી. આમ પંજાબ મેલ ફિરોજપુરથી મુંબઈ સીધી દોડવાની શરૂઆત થઈ હતી. પહેલા આ ટ્રેન બલાર્ડ પિયર મોલ સ્ટેશનથી દોડતી હતી. જો કે, બાદમાં વર્ષ 1914માં વિક્ટોરિયા ટર્મિનર એટલે કે વીટી સ્ટેશનથી દોડતી હતી. હવે આ સ્ટેશનનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં ટ્રેનનું નામ પણ બદલીને પંજાબ મેલ કરવામાં આવ્યું છે. આ ટ્રેનમાં પહેલા માત્ર ગોરાઓને પ્રવેશ અપાયો હતો. તે સમયે ભારતમાં બ્રિટીશ શાસન હતું. જેથી બ્રિટીશ અધિકારી પીએન્ડઓ સ્ટીમર મેલમાં પોતાના પરિવાર સાથે યાત્રા કરતા હતા. બ્રિટીશ અધિકારીઓ પાસે બ્રિટેનથી મુંબઈની પોતાની યાત્રાની સાથે ભારતમાં પોતાના પોસ્ટીંગના સ્થાને જવા માટે રેલવેમાંથી પોતાની અંતર્દેશીય યાત્રા માટે સંયુક્ત ટિકીટ કરાવતા હતા. અંગ્રેજ અધિકારીઓ જહાજમાં મુંબઈ બંદરે ઉતર્યા બાદ મદ્રાસ, કલકત્તા અને દિલ્હી જતી ટ્રેનમાં મુસાફરી કરી આગળ વધતા હતા.
બોમ્બે-પેશાવર વચ્ચે 1912માં શરૂ થયેલી ટ્રેનમાં માત્ર ફર્સ્ટ કલાક કોચ હતા. પ્રારંભમાં ટ્રેન સ્ટીમ એન્જિનથી દોડતી હતી. વર્ષ 1945માં તેમાં એસી કોચ જોડવામાં આવ્યાં હતા. વર્ષ 1914માં બોમ્બેથી દિલ્હીના જીઆઈપી રૂટ્સ ફોર્મ લગભગ 1541 કિમી હતું. આ અંતરને કાપતા પંજાબ મેલને 29 કલાક અને 30 મિનિટનો સમય લાગતો હતો. તેમજ વર્ષ 1920માં સ્ટોપેજની સંખ્યા વધીને 18 કરવામાં આવી હતી. તેમજ તે સમયે અંતર કાપતા 27.10 કલાકનો સમય લાગતો હતો. જો કે, વર્ષ 1972માં સમય મર્યાદા વધીને 29 કલાક થયું હતું. વર્ષ 1970ના દાયકાના અંતિમ વર્ષમાં આ ટ્રેનમાં ઈલેક્ટ્રીક એન્જિન જોડવામાં આવ્યું હતું. આજના સમયમાં દેશમાં સૌથી ઝડપથી દોડતી ટ્રેન વંદે ભારત છે. પરંતુ જ્યારે પંજાબ મેલની શરૂઆત થઈ તે સમયે આ ટ્રેન દેશની સૌથી ઝડપથી દોડતી ટ્રેન હતી. આ ટ્રેન અંર્ગેજોમાં ખુબ લોકપ્રિય હતી. એટલું જ નહીં બ્રિટનથી જવાજમાં આવતા અંગ્રેજો મુંબઈ જહાજમાં આવ્યાં બાદ તેઓ પંજાબ મેલમાં જ દિલ્હી અને લાહોર જતા હતા. પંજાબ મેલના ગૌરવશાળી 111 વર્ષ પૂર્ણ કરીને આજે 112માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આઝાદી પહેલા આ ટ્રેન મુંબઈથી ઉપડીને ઈટારસી, આગરા, દિલ્હી અને લાહોર થઈને પેશાવર કેન્ટ જતી હતી. તે સમયે આ ટ્રેનનું નામ પંજાબ લિમિટેડ હતું.
(Photo-File)