ઈરાન, કતાર, ચીન અને યુએઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા
- વિશ્વના ચાર દેશોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
- મોડી રાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા
- ઈરાનમાં ત્રણ લોકોના મોત,8 ઘાયલ
દિલ્હી:દેશમાં અને વિદેશમાં ભૂકંપના આંચકા અનુભવતા રહે છે ત્યારે શનિવારે વિશ્વના ઓછામાં ઓછા ચાર દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.મળતી માહિતી મુજબ ઈરાન, કતાર, ચીન અને સંયુક્ત આરબ અમીરાતમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ઇરાનના દક્ષિણ ભાગમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધવામાં આવી હતી.દેશના દક્ષિણ ભાગમાં આવેલા ભૂકંપના કારણે ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે અને 8 લોકો ઘાયલ થયા છે.સંયુક્ત આરબ અમીરાત (UAE)ના દુબઈ શહેરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે સવારે ઈરાન, યુએઈ અને કતારમાં ભૂકંપના બે મોટા આંચકા અનુભવાયા હતા. આના કારણે ઈરાનમાં ઘણા લોકોના મોત પણ થયા છે. તે જ સમયે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ કહ્યું કે ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાત્રે સાડા ત્રણ વાગ્યે અહીં ધરતી ધ્રૂજી.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધવામાં આવી હતી.તેની ઊંડાઈ 10 કિલોમીટર સુધી છે.ઈરાનની વાત કરીએ તો અહીં 25મી તારીખે પણ ભૂકંપ આવ્યો હતો.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.