ચીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.3 ની તીવ્રતા નોંધાઈ
- ચીનમાં ભૂકંપના આંચકા
- 4.3 ની નોંધાઈ તીવ્રતા
- નુકશાનીના કોઈ સમાચાર નહીં
દિલ્હી:ચીનના કિંઘઈ શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઈ હતી.તેની ઊંડાઈ 72 કિમી હતી, આ કંપન અરુણાચલ પ્રદેશથી 687 કિમી ઉત્તરમાં આવેલા પાંગિનમાં પણ અનુભવાયો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જો કે, સારી વાત એ છે કે,અત્યાર સુધી આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.