ચીનમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,લોકોમાં ભયનો માહોલ
- ભૂકંપના આંચકાથી ચીન હચમચી ગયું
- દેશના બે વિસ્તારોમાં આંચકા અનુભવાયા
- રિક્ટર સ્કેલ પર 4.6 અને 4.7 ની તીવ્રતા
બેઇજિંગ:ચીનમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર રિક્ટર સ્કેલ પર 4.6 અને 4.7 ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા. પહેલો આંચકો દેશના જંગગુયમાં અનુભવાયો હતો, જ્યારે બીજો આંચકો સાચેમાં અનુભવાયો હતો.
ભૂકંપનું કેન્દ્ર હોતાન પ્રાંતના જંગગુય પાસે 133 કિમીની ઊંડાઈએ હતું. તો સાચેમાં ભૂકંપનું કેન્દ્ર 270 કિમીની ઊંડાઈ પર હતું. અત્યાર સુધી, આ ભૂકંપને કારણે કોઈ જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનની જાણ થઈ નથી.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.