નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક હાઈવે અને એક્સપ્રેસ-વેનું નિર્માણ થયું છે. જેથી એક સ્થળ પરથી બીજા સ્થળ પરથી ઝડપથી પહોંચી શકાય છે. જો કે, હવે વાહનોની ગતિને ધ્યાનમાં રાખીને હવે વાહનોના ટાયર આંતરરાષ્ટ્રીય માનકો પ્રમાણે બનાવવાની દિશામાં વિચારણા ચાલી રહી છે. ટાયર ફાટવાની ઘટનાઓ ઓછી કરવા માટે સરકાર દ્વારા ટાયર ઉત્પાદકો સાથે ચર્ચા કરીને નવા નિયમ બનાવવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટાયર ઉત્પાદકો સાથે બેઠક કરીને તેમની સાથે ચર્ચા કરી હતી. જેમાં ટાયર ઉત્પાદકોએ સમયની માંગણી કરી હતી. દેશમાં છેલ્લા કેટલાક સમયમાં 32થી વધારે આધુનિક રાજમાર્ગ બન્યાં છે. જેથી વાહનોની ગતિમાં વધારો થશે. જેથી આંતરરાષ્ટ્રીય માનકો અનુસાર ટાયરનું ઉત્પાદન જરુરી છે. વાહનોના ટાયર ફાટવાની ઘટનાઓ ન બને તે માટે કેટલાક નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.
દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નવા માર્ગોનું મોટી સંખ્યામાં નિર્માણ થયું છે જેના પરિણામે પરિવહનની સુવિધાઓમાં પણ વધારો થયો છે. નવા માર્ગો ઉપર અકસ્માતના બનાવો અટકાવવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમજ નવા વાહનો પણ મોટી સંખ્યામાં બજાર આવી રહ્યાં છે જેથી તેમા પણ સુરક્ષાને પગલા વિવિધ માપદંડો ઉપર નજર રાખવામાં આવે છે. સરકાર પ્રજાની સુખાકારીમાં વધારો થાય તેવા પ્રયાસો કરી રહી છે. માર્ગ અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવા માટે સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.