Site icon Revoi.in

ડીસામાં ફુડ વિભાગ દ્વારા પકડાયેલો અખાદ્ય ઘીના જથ્થાનો નાશ કરાયો

Social Share

ડીસાઃ જિલ્લાના ફુડ વિભાગ દ્વારા ડીસામાં રેડ પાડીને એક્સપાયરી ડેટવાળો અશુદ્ધ ઘીનો જથ્થો પકડી પાડ્યો હતો. આ પકડાયેલા જથ્થાનો ડીસા નગરપાલિકાની કચરાના ડમ્પિંગ સાઈટ પર જેસીબી મશીન ફેરવી દઈને નાશ કરવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા સતત ઘી તેલ સહિત ખાદ્ય પદાર્થોની ચકાસણી કરી રહી છે. જેમાં ડીસામાં ચકાસણી દરમિયાન ₹2.52 લાખનો ઘીનો જથ્થો એક્સપાયર ડેટવાળો મળી આવતા આ અખાદ્ય ઘીનો ડીસા નગરપાલિકાની કચરા નિકાલની સાઈટ પર નાશ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં ચાલી રહેલી ફૂડ સેફટી ડ્રાઈવ અંતર્ગત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ડીસામાંથી બુધવારે રીશાલા બજાર વિસ્તારમાં એક રહેણાક મકાનમાંથી ઘીનું ગોડાઉન ઝડપી હતું. જેમાંથી રૂપિયા 11 લાખ ઉપરાંતની કિંમતના 300 ઉપરાંત ઘીના ડબ્બા શંકાસ્પદ લાગતા સીઝ કર્યા હતા. આ મુદ્દા માલની ચકાસણી દરમિયાન જુદા જુદા પેકિંગમાં રહેલું 498 કિલો ઘી જે એક્સપાયર્ડ ડેટ થયેલું મળી આવતા આ ઘીના જથ્થાનો ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમના અધિકારીઓની ઉપસ્થિતિમાં ડીસાના જુનાડીસા રોડ પર આવેલ નગરપાલિકાની ડમ્પ સાઈડ જેસીબી મશીન ફેરવીને પર નાશ કરવામાં આવ્યો હતો.

આ અંગે ફૂડ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, સિયા માર્કેટિંગમાંથી સિઝ કરાયેલા ઘીના જથ્થાની તપાસ દરમિયાન 498 કિલો ઘી એક્સપાયર ડેટવાળું મળી આવતા તે અખાદ્ય હોવાથી તેનો નાશ કરવામાં આવ્યો હતો. અશુદ્ધ ઘી ભરેલા ડબ્બા અને બોટલો પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું