સાહિન મુલતાની
ભારતના ઈતિહાસમાં વિસરાય ગયેલ એક રાણી હતા દુર્ગાવતી,જેમણે અકબરોની સેના સામે મુકાબલો કર્યો હતો,અકબરો સાથે જંગે-મેદાનમાં તે પોતે અકબરના હાથે ન આવે તે માટે તેમણે પોતાની જાતને જ ખંજર ઘોંપીને મારી નાખ્યા હતા.જબલપુર પાસે ચૌરાગઢના મહેલમાં રાજ પરિવારની તમામ નારીઓએ ઝૌહર કર્યું હતું,રાણી દુર્ગાવતીની થનારી પુત્રવધુ અને બહેન અકબરના હાથે જીવતા પકડાયા હતા.
વર્ષ 1524મા 5મી ક્ટોબરના રોજ દુર્ગાષ્ટમી હતી,તે સમયે બુંદેલખંડમાં ચંદેલના ઘરે પુત્રીનો જન્મ થયો જેનું નામ રાખવામાં આવ્યું દુર્ગાવતી, કાલિંગર તે કિલ્લો હતો જ્યા શેરશાહ સુરી દુર્ગાવતીના જ રાજવંશના ચંદેલો સાથે માર-પીટ દરમિયાન વિસ્ફોટમાં માર્યો ગયો હતો,
રાણી દુર્ગાવતીના લગ્ન 1542માં દલપત શાહ સાથે થયા હતા,લગ્ન બાદ તેમને એક પુત્ર થયો, આ પુત્ર જ્યારે 5 વર્ષનો થયો ત્યારે જ દલપતનું મોત થઈ ચૂક્યુ હતુ.રાણી દુર્ગાવતીને સૂરીના મૃત્યુના સમાચાર 21 વર્ષની વયે પોતાની સાસરી ચૌરાગઢના કિલ્લામાં જ મળ્યા હતા,અકબર સાથે તેમની ટક્કર અને વીરતાને લઈને તેઓ ઈતિહાસના પાનામાં અમર થયા છે,
રાણી દુર્ગાવતીએ વર્ષોથી ચાલી આવતા અકબરના સાશન સામે જંગ છેડી હતી, જ્યારે મુસ્લિમોએ પ્રથમ ભારત પર વિજય મેળવ્યો, ત્યારે તેમાંથી કોઈ પણ આ મજબૂત કિલ્લાઓ સુધી પહોંચ્યું ન હતું. તે સમયે કટંગા પર દુર્ગાવતીનું સાશન હતું તેઓ ત્યા અડગ હતા,અસરફ ખા કે જેઓ રાણી દુર્ગાવતી સાથે દોસ્તી કરવાના ઈરાદાથી પોતાના જાસુસને મોકલીને ખબર મેળવે છે કે રાણી પાસે કેટ-કેટલી માલ-મીલકત છે.
તેમના જાસુસોએ પાછા ફરીને રાણીની અસંખ્ય મિલકતની વાતો કરી, ત્યાર પછી અસરફ ખાએ રાણીના આજુબાજુ વિસ્તારમાં લૂંટફાટ કરવાનો નિર્ણય લીધો,ત્યાર પછી કબરનો હુકમ મળતા તેમના 2 હજાર માણસો સાથે તેમણે રાણીના વિસ્તાર પર હુમલો કર્યો.તે ખુબ બહાદુર રાણી હતા તેમણે અકબરને તાબે થવું પસંદ નહોતું, દુર્ગાવતી રાણીએ કોઈ પણ ઉકસાવનારી પહેલ નહોતી કરી,તે માત્ર અકબરના ઘમંડની ચરમ સીમા હતા.
જ્યારે અસરફ ખાએ હુમલો કર્યો ત્યારે રાણી પાસે માત્ર 500 માણસો હતા,અચાનક થયેલા હુમલાના કારણે તેમના સૈનિક લોકો પોત-પોતાના પરિવાર પાસે જતા રહ્યા હતા.જો કે દુર્ગાવતી રાણીએ પાછળ ન જોતા લડવાની હિમ્મત જુટાવી.રાણી પાસે એક જ રસ્તો હતો, હિમ્મત સાથે લડે અથવા પોતાનો જીવ પોતે જ આપી દેય,રાણી માત્ર 500 જેટલા સૈનિકો સાથે મળીને લડાઈમાં આગળ વધ્યા,આગળ વધતા તેમણે પોતાના સૈનિકોને કહ્યું, “જે મેદાન છોડીને જવા માંગે છે તે જઈ શકે છે,હું લડવા માંગુ છું,મારા સામે ત્રીજો કોઈ વિકલ્પ નહોતો, યા હું મરી જઈશ અથવા તો જીત મેળવીશ”
રાણીએ તેમના પુત્ર વીર શાહને સહીસલામત જગ્યા પર પહોંચાડવા માટે તેના કેટલાક સૈનિકોને મોકલ્યા,અને રાણી એ અસરફ ખા સાથેની લડાઈ સતત ચાલું રાખી,સામેથી આવેંલા તીરે રાણીને જખ્મી કર્યા,તીરનો એક હીસ્સો રાણીના ઘાવમાં રહી ગયો,સામેથી રાણીને પુરી રીતે મારી નાખવાની તૈયારી હતી પરંતુ તે પહેલા જ રાણીએ પોતાના વિશ્વાસુ સૈનિકને ખંજર મારવા કહ્યું પરંતુ આઘાર નામના આ સૈનિકે તેમની વાત ન માની અને છેવટે રાણીએ અકબરના કાફલાના હાથે મરવા કરતા પોતે જ પોતાની જાતને ખંજર મારીને મોત વ્હાલું કર્યું.
24 જુન 1564 નો તે દિવસ હતો,ત્યારે તે દિવસે 40 વર્ષની આ રાણીએ પોતે જ પોતાની જાતને મારી ન હોત તો,અકબરની બંઘક બનેલી સ્ત્રીઓમાં તે પણ સામેલ હોત,જે રાણીને પસંદ નહોતું,બસ ત્યારથી રાણી દુર્ગાવતીનો અવાજ ઈતિહાસમાં ચૌરાગઢમાં ગૂંજતો રહી ગયો,આજે આ રાણી દુર્ગાવતીને યાદ કરવી કેમ કરીને ભુલાઈ કે જેમણે અકબર સામે હાર ન માનતા અને અકબરના તોબે ન થતા પોતે જ પોતાનું બલિદાન આપ્યું