રેલમંત્રીએ રાજસ્થાન અને ગુજરાતમાં ચાલી રહેલા કાર્યો અને રેલ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું
ભારત સરકારના રેલ, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી અશ્વિની વૈષ્ણવએ રાજસ્થાન અને ગુજરાતમાં રેલવે ટ્રેક અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર તથા રેલવેના ચાલી રહેલા વિવિધ કાર્યો અને પ્રોજેક્ટ્સનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું.
અમદાવાદ મંડળના રેલ પ્રવક્તાએ જાણકારી આપતા કહ્યું કે વૈષ્ણવે 3 ઓક્ટોબર, 2021ના રોજ ફાલના થી વાપી સુધી મુસાફરી કરી. રસ્તામાં તેમણે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ચાલી રહેલા કર્યો અને અજમેર, અમદાવાદ, વડોદરા અને મુંબઈ સેન્ટ્રલ મંડળોમાં ચાલી રહેલા રેલવેના વિકાસ કાર્યો /પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું.
તેમણે પાલનપુરથી વાપીની મધ્યમાં પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક આલોક કંસલની સાથે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોમાં ચાલી રહેલા કાર્યો/રેલવે પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી. માનનીય મંત્રીએ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના વરિષ્ઠ અધિકારીઓ ની સાથે પણ ચર્ચા કરી અને ક્ષેત્રમાં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર ના નિર્માણની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે પ્રોજેક્ટ્સને સમય પર પૂર્ણ કરવા માટે દરેક શક્ય પ્રયાસ પર ભાર મુક્યો.