અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે જાહેર પરિવહન ક્ષેત્રને ખૂબ અસર થઈ છે. લોકો હવે બસ-ટ્રેનમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. જેના કારણે પશ્ચિમ રેલવે દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદથી કેવડિયા જતી જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેનને ફરી એકવાર રદ કરવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જ અમદાવાદ-નાગપુર સ્પેશિયલ, અમદાવાદ મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેનોને પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. જેમાં ટ્રેન નંબર 01138 અમદાવાદ – નાગપુર સ્પેશિયલ 20 મે, 2021 થી 1 જુલાઈ , 2021 સુધી રદ રહેશે., ટ્રેન નંબર 01137 નાગપુર – અમદાવાદ સ્પેશિયલ 19 મે , 2021 થી 30 જૂન , 2021 સુધી રદ રહેશે. ટ્રેન નંબર 05270 અમદાવાદ – મુઝફ્ફરપુર સ્પેશિયલ 29 . મે , 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે. ટ્રેન નંબર 05269 મુઝફ્ફરપુર – અમદાવાદ સ્પેશિયલ 27 મે , 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે. ટ્રેન નંબર 09247 અમદાવાદ કેવડિયા જનશતાબ્દી સ્પેશિયલ 20 મે , 2021 ના રોજ રદ રહેશે. ટ્રેન નંબર 09250 કવાડિયા – અમદાવાદ જનશતાબ્દી સ્પેશિયલ 20 મે , 2021 ના રોજ રદ રહેશે. રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંકડો ઘટીને 5 હજાર નજીક પહોંચી ગયો છે. બીજીબાજુ કોરોનાના ભયને કારણે લોકો અગત્યાના કામ વિના બહાર નિકળતા નથી. એટલે એસટી બસો પણ ખાલી દોડી રહી છે. રેવલેએ પણ મુસાફરો નહીં મળવાને લીધે ટ્રેનો બંધ કરી છે.