વરસાદની ઋતુમાં આવતી નાસપતિ રોગપ્રતિકારક શક્તિમાં કરે છે વધારો , જાણો તેના બીજા ફાયદા
- નાસપતિ ખથાવાથી સ્વાસ્થ્ય થાય છે ફાયદો
- રોગપ્રતિકારક શક્તિ બને છે મજબૂત
આમ તો તમામ ફળો સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.દરેક ફળના પોતપોતાના ગુણઘર્મો હોય છે,આ ગુણઘર્મો શરીરને અનેક પોષક તત્વો, પ્રોટિન. વિટામિન્સ , મિનરલ પુરા પાડે છે, ફળોમાં આજે વાત કરીશું નાસપતિની, આ ફળ આમતો ચોમાસાની શરુઆતમાં જોવા મળએ છે, ખાસ કરીને ઉપવાસમાં મોટા ભઆગના લોકો આ ફળનું સેલન કરે છે, આ ફળ આરોગ્યને ખૂબજ ફાયદો કરે છે.
નાસપતિ અને બબૂપોચા ખાવાના ફાયદાઓ
પહેલા તો એ જાણીએ નાસપતિ અને બૂપોચાનો તફાવત,,નાસપતિ કઠણ હોય છે જ્યારે બબૂપોચા પોચા છે.બન્ને સ્વાદમાં સરખા હોય છે.નાસપતીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.આ સાથે જ વજન ઓછુ કરવામાં મદદગાર સાબિત થાય છે. આ ફળ ને પોતાની ડાયેટ માં સામેલ કરવાથી વજન ઉતારવા માંગતા લોકોને ફઆયદો થાય છે.
જો કે નાસપતિ અને બબૂપોચાના ગુણો સમાન હોય છે બન્ને સ્વાસ્થ્ય માટે ફઆયદા કારક જ હોય છે નાસપતિમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે.વિટામિન સી ખાવાથી કોલેજનનું નિર્માણ થાય છે અને રક્ત વાહીકાઓને મજબૂત બનાવે છે વિટામિન સી યુક્ત આ ફળ ખાવથી ત્વચા પણ સારી રહે છેનાસપતિ ઝેરીલા પદાર્થ અને રસાયણોના સંપર્કમાં આવવાથી મોટા આંતરડાની કોશિકાઓની રક્ષા કરે છે.નાસપતિથી કફ તથા ગળાની ખરાશમાં પણ રાહત થાય છે