- 13 માર્ચ સુધી રાજ્યસભા સ્થગિત
- અદાણી મામલે રાજ્યસભામાં ભારે હોબાળો
દિલ્હીઃ- રાજ્યસભામાં અદાણી મામલે અનેક પશ્નો અને વિવાદ સાથે બોહાળો મચ્યો છે ત્યારે આજના સત્રની શરૂઆત પણ કંઈક આવી જ રહી હતી. અદાણી કેસને લઈને વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો.
સંસદમાં વિપક્ષના હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી સવારે 11.30 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેનું ભાષણ બંધ થયા બાદ વિપક્ષના સાંસદોએ હંગામો મચાવ્યો હતો.
જાણકારી પ્રમાણે વિપક્ષી સાંસદો એલઓપી મલ્લિકાર્જુન ખડગેના ભાષણના કેટલાક ભાગોને રેકોર્ડમાંથી કાઢી નાખવાને લઈને ઉશ્કેરાઈ ગયા અને સ્પીકરના પોડિયમમાં પહોંચ્યા. આ પછી રાજ્યસભાની કાર્યવાહી 13 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે