1. Home
  2. ગુજરાતી
  3. અયોધ્યામાં રામ મંદિરની અભેદ સુરક્ષા-વ્યવસ્થા હશે, લગભગ 38 કરોડનો ખર્ચ કરાશે
અયોધ્યામાં રામ મંદિરની અભેદ સુરક્ષા-વ્યવસ્થા હશે, લગભગ 38 કરોડનો ખર્ચ કરાશે

અયોધ્યામાં રામ મંદિરની અભેદ સુરક્ષા-વ્યવસ્થા હશે, લગભગ 38 કરોડનો ખર્ચ કરાશે

0
Social Share

લખનૌઃ અયોધ્યામાં રામલલાના મંદિરની સુરક્ષા યોજના પર લગભગ 38 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ અંગેનું ફંડ મંજૂર થઈ ગયું છે અને તેની જવાબદારી યુપી નિર્માણ નિગમને સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં તેનો ડીપીઆર સરકારને મોકલવામાં આવશે. આમાં જળ, જમીન અને આકાશ ત્રણેય બાજુથી સુરક્ષાને લઈને બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. મંદિરની સુરક્ષા મજબૂત કરવા માટે નવેમ્બર સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. યોજનાના પ્રથમ તબક્કાનું કામ ટૂંક સમયમાં શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ઉદ્ઘાટન પહેલા રામ મંદિરની સુરક્ષા મજબૂત જોવા મળશે. ભગવાનનું મંદિર 15 જાન્યુઆરી, 2024 પછી ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવે તેવી શકયતા છે તે પછી રામલલાના મંદિરમાં આવતા ભક્તોની ભીડ નોંધપાત્ર રીતે વધી જશે.

વહીવટીતંત્ર શ્રી રામ મંદિર અને દર્શનાર્થીઓની સુરક્ષાને મજબૂત બનાવવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે. મંદિરને હવાઈ હુમલાથી સુરક્ષિત રાખવાની સાથે સરયૂ નદી અને જમીન પરથી સુરક્ષા યોજના બનાવવામાં આવી છે. મંદિરની બહાર સુરક્ષાની જવાબદારી પ્રશાસનની છે. ટ્રસ્ટ રામલલા મંદિરની અંદરની વ્યવસ્થાઓનું ધ્યાન રાખશે. વહીવટીતંત્રના અધિકારીઓ આંતરિક સુરક્ષામાં પણ સંકલન કરશે. મંદિરની બહાર અર્ધલશ્કરી દળો (CRPF) સહિત અન્ય દળો તૈનાત રહેશે. હવાઈ ​​સુરક્ષા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તેમજ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. ફાયર સેફ્ટી, બોલાર્ડ, બુલેટ પ્રુફ જેકેટ, સર્ચ લાઈટ લગાવવામાં આવશે.

રામ મંદિર પાસે વહેતી સરયૂ નદીની બાજુથી પણ સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવશે. આ માટે વોટર સેફ્ટીની સાથે ખાસ બોટ પર સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવશે. મંદિરની અંદર સુરક્ષા માટે સમગ્ર પરિસરમાં અત્યાધુનિક કેમેરાથી સજ્જ સીસીટીવી લગાવવામાં આવશે. મંદિરની સુરક્ષાની દેખરેખ માટે આધુનિક સાધનો સાથેનો કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર, રામલલાના મંદિરની સુરક્ષા યોજના તૈયાર છે. આ માટે પ્રથમ તબક્કામાં લગભગ 38 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થા સુધારવા માટે નવેમ્બરની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code