રાજ્યમાં કોરોનાવાયરસના સંક્રમણની ગતિમાં ઘટાડો થયો, નવા કેસ કરતા સ્વસ્થ થનારા લોકોની સંખ્યા ડબલ
અમદાવાદ: કોરોનાવાયરસની બીજી લહેર હવે રાજ્યમાં ધીમી પડી રહી હોય તેવુ જણાઈ રહ્યું છે. કારણ છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4200 જેટલા નવા કેસ નોંધાયા છે તો બીજી બાજુ 8400થી વધારે દર્દી કોરોનાથી સ્વસ્થ થઈને પરત ઘરે ફર્યા છે.
કોરોનાવાયરસની બીજી લહેરના કારણે દેશવાસીઓને તથા સરકારને પણ ભારે નુક્સાન અને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પણ હવે દેશના મોટા ભાગના રાજ્યોમાં કેસની ગતિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જે ક્યાકને ક્યાક તમામ લોકો માટે રાહતના સમાચાર છે.
ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 9523 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.57 ટકા છે. રાજ્યમાં આજે કુલ 1,47,860 વ્યક્તિઓને કોરોના વેક્સીન આપવામાં આવી છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 55 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં 7, સુરતમાં 10, રાજકોટમાં 5, વડોદરામાં 6, જામનગરમાં 4, બનાસકાંઠામાં 3, ભરુચ, મહેસાણામાં 2-2 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 1647, સુરતમાં 763, વડોદરામાં 896, રાજકોટમાં 385, જામનગરમાં 438, મહેસાણામાં 275, ભાવનગરમાં 397, જૂનાગઢમાં 486, પંચમહાલમાં 234, ગીર સોમનાથમાં 232, કચ્છમાં 230, ગાંધીનગરમાં 219, આણંદમાં 216, મહીસાગરમાં 165, અરવલ્લીમાં 161 સહિત કુલ 8445 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.