પ્રોફાઇલ ફોટો લગાવવાની અસલી મજા તો હવે આવશે ,WhatsApp પર આવી રહ્યું છે ગજબનું ફીચર
વિશ્વભરમાં કરોડો લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે, જેના કારણે કંપની પોતાના યૂઝર્સ માટે કંઈકને કંઈ અપડેટ આપતી રહેતી હોય છે. હવે સમાચાર મળી રહ્યા છે કે વોટ્સએપમાં એક નવું જ ફીચર આવી શકે છથે. આ ફીચરની મદદથી યૂઝર્સ પોતાનો પ્રોફાઈલ ફોટા માટે AI દ્વારા બનાવવામાં આવેલો ફોટો લગાવી શકશે. જી હા.. આ ફીચર અત્યારે એન્ડ્રોઈંડ માટે વોટ્સએપના લેટેસ્ટ બીટા વર્ઝન v2.24.11.17 માં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે.
WABetaInfo નામની વેબસાઈટે સૌથી પહેલા આ ફીચર વિશે માહિતી આપી હતી. આ ફીચર તે લોકો માટે ઘણું કામનું સાબિત થઈ શકે છે જે પોતાના વોટ્સએપ પર પોતાની અસલી ફોટો પ્રોફાઈલ ફોટામાં લગાવવા માંગતા નથી અને પોતાની પ્રાઈવેસીનું ધ્યાન રાખવા માંગે છે.
- યૂઝર્સ બનાવી શકશે પોતાના મનની તસવીર
રિપોર્ટ્સના મતે આ ટૂલ ત્યારે દેખાશે, જ્યારે યૂઝર્સ પ્રોફાઈલ ફોટો સેટિંગ્સમાં પેસિંલ વાળા એડિટ ઓપ્શનને ક્લિક કરશે. જોકે, બની શકે છે તે વોટ્સએપ તેણે કોઈ અલગ ડેડિકેટેટ ટેબમાં પણ આપી શકે. બની શકે છે કે AI વાળી પ્રોફાઈલ ફોટો બનાવવા વાળા ટૂલ સ્ટીકર્સ જેવા દેખાશે અને યૂઝર્સને પોતાના મનપસંદ રીતે ઈમેજ બનાવવા માટે મંજૂરી આપી શકે છે. આ યૂઝર્સને ટેક્સ્ટ લખીને પોતાની પસંદગીનો ફોટો બનાવવાની સુવિધા આપી શકે છે. તેનો મતલબ છે કે યૂઝર્સ યૂનિક અને પર્સનલાઈઝ્ડ ફોટો બનાવી શકે છે, જે તમારા મૂડ, પર્સનાલિટી અને ઈન્ટ્રેસ્ટને દેખાડતા હોય.
- ક્યારે આવશે આ ફીચર
અત્યારે એવું જાણવા મળ્યું નથી કે AI ફીચર કઈ ભાષા મોડલનો ઉપયોગ કરશે, પરંતુ WABetaInfoનો અંદાજ છે કે આ એ જ મોડલ હશે જે વોટ્સએપમાં હાલમાં જ લાવવામાં આવેલા Meta AI સર્ચબારમાં ઉપયોગ થાય છે. હાલમાં આ ફીચર ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને તે દરેક માટે ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. આ મહિનાની શરૂઆતમાં વોટ્સએપે એક નવું ફીચર લાવ્યું હતું, જેના કારણે કોઈ અન્ય યુઝર્સના પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ લઈ શકતું નથી.
વોટ્સએપે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઘણા નવા ફીચર્સ લોન્ચ કર્યા છે, જેમાં વોઈસ કોલ UI ની નવી ડિઝાઈન, ચેટમાં બહુવિધ સંદેશાઓને પિન કરવા અને ફેસ આઈડી અને ટચ આઈડી સાથે લોગિનનો સમાવેશ થાય છે.