Site icon Revoi.in

નકલી જ્વેલરી પહેરવાને કારણે લીલા નિશાન થવા પાછળનું કારણ

Social Share

આર્ટિફિશિયલ જ્વેલરી પહેરનારના હાથ કે ગળા પર લીલા રંગના નિશાન બને છે, આવું થવા પાછળ એક કારણ છે. એક અહેવાલ મુજબ તાંબાથી બનેલી જ્વેલરી અથવા તાંબા અને અન્ય ધાતુઓથી બનેલી જ્વેલરી પહેરતી વખતે હાથ પર લીલા નિશાન સૌથી વધુ જોવા મળે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આર્ટિફિશિયલ જ્વેલરી પહેરવામાં આવે છે ત્યારે તેમાં રહેલી ધાતુ ઓક્સિજન સાથે રિએક્ટ કરે છે. આને વિજ્ઞાનની ભાષામાં ઓક્સિડેશન કહે છે. ઓક્સિડેશનની પ્રક્રિયાની સીધી અસર આંગળીઓ પર વાદળી અથવા લીલા નિશાનના સ્વરૂપમાં જોવા મળે છે. આ જ કારણ છે કે આવી જ્વેલરીને હાથમાંથી હટાવ્યા બાદ આ નિશાન જોવા મળે છે.

અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજી નિષ્ણાંત સુઝેન ફ્રિડલર કહે છે કે, આવી જ્વેલરી એક-બે દિવસ પહેરવાથી આંગળીઓ પર આવી અસર થતી નથી, પરંતુ વધુ સમય પછી આંગળીઓ પર વાદળી કે લીલા રંગની રીંગ જોવા મળે છે. આ સામાન્ય રીતે ઉનાળાના દિવસોમાં જોવા મળે છે. જ્યારે પરસેવો ધાતુ સાથે પ્રતિક્રિયા કરે છે, ત્યારે આ રંગ વધુ ઘાટો થઈ જાય છે. આ ઉપરાંત તે પણ નિર્ભર કરે છે કે વીંટી અથવા અન્ય જ્વેલરી ત્વચા સાથે કેટલી હદે સંપર્કમાં છે.