ઘરમાં શંખ રાખવાનું કારણ, તે નકારાત્મક ઉર્જાને કરે છે દૂર
આપણું શાસ્ત્ર એટલું અદભૂત અને સરસ છે કે તેમાં અનેક પ્રકારની સમસ્યાનું નિવારણ આપ્યું છે. ઘરમાં શું હોવું જોઈએ અને શું ના હોવું જોઈએ તેના વિશે પણ જાણકારી આપવામાં આવી છે ત્યારે જો વાત કરવામાં આવે શંખની તો તેનું તો અનેરું મહત્વ છે.
જાણકારોના કહેવા પ્રમાણે શંખના નાદમાંથી ઑમ અર્થાત ૐ ધ્વનિ નીકળે છે. શંખ વગાડતી વખતે ૐ નો નાદ જ્યાં સુધી જાય છે ત્યાં સુધીની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. ઘરમાં નિત્ય શંખનાદ કરવાથી ઘરની અંદર એક સકારાત્મક ઊર્જાનું કવચ બને છે.
આ ઉપરાંત પ્રચલિત કથા અનુસાર સમુદ્ર મંથનના સમયે ચૌદ રત્નોની ઉત્પત્તિ થઈ. કહે છે કે શંખ પણ તેમાંથી જ એક છે કે જેની ઉત્પત્તિ છઠ્ઠા નંબરે થઈ હતી ! સમુદ્રમાંથી પ્રાપ્ત બીજા તેર રત્નોની જેમ શંખમાં પણ અદભુત ગુણ છે. સ્વાસ્થ્યની નજરે પણ શંખ વગાડવું લાભદાયક છે. શંખનાદ એ નવી ઘોષણાનું પ્રતીક છે, તો સાથે શ્વાસ સંબંધિત રોગોને પણ તે સમાપ્ત કરે છે.
ઘરમાં શંખ રાખવાથી અને નિત્ય શંખ વગાડવાથી વાસ્તુદોષ ખત્મ થઈ જાય છે. વાણી સંબંધી વિકાર પણ શંખનાદથી દૂર થાય છે, તેવું તો પ્રયોગોમાં પણ સાબિત થયું છે.