રાજકોટની TRP ગેમ ઝોન આગ દુર્ઘટના મામલે મોટી જાણકારી સામે આવી છે.. જે અનુસાર આ ગેમ ઝોનમાં મોટા જથ્થામાં પેટ્રોલ અને ડીઝલ રાખવામાં આવ્યું હતું, જેના કારણે આગ વિકરાળ બની હતી. .
અત્યાર સુધીના અહેવાલો અનુસાર, TRP ગેમ ઝોનમાં રાખવામાં આવેલા જનરેટરને ચલાવવા માટે 1500 થી 2000 લિટર ડીઝલ રાખવામાં આવતું હતું. તેવી જ રીતે, અહીં પણ ગો કાર રેસિંગ માટે 1000 થી 1500 લિટર પેટ્રોલ હતું. આગ લાગતાની સાથે જ તે પેટ્રોલ અને ડીઝલના ડબ્બામાં ફેલાઈ ગઈ હતી. જેના કારણે આગ વધુ ઝડપથી ભભૂકી ઉઠી હતી. અહીં આગ એટલી ગંભીર હતી કે ગેમ ઝોનનું આખું માળખું બળીને રાખ થઈ ગયું હતું.
ફાયર વિભાગની એનઓસી વગર ગેમ ઝોન ચાલી રહ્યો હતો..
એક પ્રસિદ્ધ મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનના અધિકારીએ વાત કરતા જણાવ્યું હતું કે TRP ગેમ ઝોન દ્વારા ‘ફાયર નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (NOC) માટે અરજી કરાઇ જ નહોતી.. તેમણે કહ્યું, “અમે ગેમિંગ ઝોનની વિગતોની તપાસ કરી રહ્યા છીએ, પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ એવો કોઈ રેકોર્ડ નથી કે ઓપરેટરોએ ફાયર એનઓસી માટે અરજી કરી હોય, ન તો તેઓએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી અન્ય કોઈ મંજૂરી માટે અરજી કરી હોય.
એન્ટ્રી ફીમાં સ્કિમ ચાલું હોવાથી ભીડ વધારે હતી
શનિવારે રાજકોટના TRP ગેમ ઝોનમાં પ્રવેશ ફી વધારીને રૂ. 99 કરવામાં આવી હતી. ઉનાળાની રજાઓ અને વીકએન્ડને કારણે ગેમ ઝોન દ્વારા બાળકોને આકર્ષવા માટે આ સ્કીમ ચલાવવામાં આવી રહી હતી. જેના કારણે અહીં મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ગેમ ઝોનમાં આ દુર્ઘટના ત્યારે બની જ્યારે બાળકો સહિત ઘણા લોકો જુદી જુદી રમતોની મજા માણી રહ્યા હતા.