આ ભેંસના નામે વધુ દૂધ આપવાનો રેકોર્ડ,સરકાર તરફથી મળી ચુક્યો છે એવોર્ડ
હરિયાણાના કૈથલના બુઢા ખેડા ગામના ત્રણ ભાઈઓ સંદીપ, નરેશ અને રાજેશ પાસે રેશ્મા નામની ભેંસ છે.શું તમે જાણો છો કે આ ભેંસ સૌથી વધુ દૂધ આપવાનો રાષ્ટ્રીય રેકોર્ડ ધરાવે છે. તેને ભારત સરકાર દ્વારા જ ભારતની સૌથી મોટી દૂધવાળી ભેંસ હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.હાલમાં આ ભેંસ દરરોજ લગભગ 33.8 લીટર આપે છે.
રેશ્માને 33.8 લિટર દૂધ આપવાનો રેકોર્ડ બનાવવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) તરફથી પ્રમાણપત્ર મળ્યું છે.તેના દૂધની ચરબીની ગુણવત્તા 10માંથી 9.31 છે.રેશ્મા ભેંસના માલિક સંદીપ કહે છે કે,જ્યારે રેશ્માએ પહેલીવાર બાળકને જન્મ આપ્યો ત્યારે તેણે 19-20 લિટર દૂધ આપ્યું હતું. બીજી વાર તેણે 30 લિટર દૂધ આપ્યું.
2020માં જ્યારે રેશ્મા ત્રીજી વખત માતા બની ત્યારે પણ રેશ્માએ 33.8 લિટર દૂધ સાથે નવો રેકોર્ડ બનાવ્યો હતો.આ પછી, રેશ્મા 2022 માં ચોથી વખત માતા બની, જ્યારે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે તેને સૌથી વધુ દૂધ આપતી ભેંસનું પ્રમાણપત્ર પણ આપ્યું.
રેશ્માએ ડેરી ફાર્મિંગ એસોસિએશન દ્વારા આયોજિત પશુ મેળામાં 31.213 લિટર દૂધ સાથે પ્રથમ ઇનામ પણ જીત્યું છે. આ સિવાય રેશ્માએ અન્ય ઘણા એવોર્ડ પણ જીત્યા છે.રેશ્માનું દૂધ કાઢવા માટે બે લોકોને સંઘર્ષ કરવો પડે છે.
સંદીપનું કહેવું છે કે,તે બહુ ભેંસ પાળતો નથી. હાલમાં તેની પાસે માત્ર ત્રણ ભેંસ છે. તે આ ભેંસોની સારી સંભાળ રાખે છે અને તેમાંથી સારું દૂધ ઉત્પાદન મેળવે છે.રેશ્માના આહાર વિશે જણાવતા સંદીપ કહે છે કે,તેને એક દિવસમાં 20 કિલો પશુ આહાર આપવામાં આવે છે.આ સાથે તેના આહારમાં સારી માત્રામાં લીલો ચારો પણ સામેલ છે.આ સિવાય અન્ય પ્રાણીઓની જેમ તેને પણ ઘાસચારો આપવામાં આવે છે જે ખોરાક તરીકે દૂધ ઉત્પાદનમાં વધારો કરે છે.
સંદીપના કહેવા મુજબ રેશ્મા ભેંસ 5 વખત બાળકોને જન્મ આપી ચુકી છે.તેમ છતાં તેની દૂધ આપવાની ક્ષમતા સારી છે. જોકે, તે કહે છે કે, રેશ્માનો રેકોર્ડ હજુ તૂટ્યો નથી.