Site icon Revoi.in

ભારતમાં કોરોના કેસમાં રિકવરી રેટ 95 ટકાથી વધારે, 94 લાખથી વધારે દર્દીઓ થયાં સાજા

Social Share

દિલ્હીઃ ભારતમાં દરરોજ મોટી સંખ્યામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવે છે. જો કે, રાહતની વાત એ છે કે, પોઝિટિવ દર્દીઓની સરખામણીમાં વધારે દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થાય છે. હાલ દુનિયામાં સૌથી વધારે રિકવરી રેટ ભારતનો હોવાનું જાણવા મળે છે. ભારતનો રિકવરી રેટ 95.12 ટકા જેટલો છે.

ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. તેમજ બ્રિટન સહિતના દેશોમાં રસીકરણનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપીને 94 લાખથી વધારે દર્દીઓ સાજા થયાં છે. યુએસએનો રિકવરી રેટ 58.26 ટકા, ઈટલીનો 60.12 ટકા, રશિયાનો 79.25 ટકા અને બ્રાઝિલનો 86.82 ટકા રિકવરી રેટ છે. જ્યારે દુનિયામાં રિકવરી રેટ 70.12 ટકા જેટલો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાલ કોરોનાની રસીની ટ્રાયલ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. તેમજ આગામી દિવસોમાં ભારતમાં પણ રસી ઉપલબ્ધ થઈ જશે. જે માટે કેન્દ્ર સરકાર દ્વારા તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાની રસીને લઈને ડેટા પણ તૈયાર કરવામાં આવ્યાં છે.