અગ્નિવીરોની ભરતી પ્રકિયા ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલમાં 8મી નવેમ્બર સુધી ચાલશે,
અમદાવાદઃ કેન્દ્ર સરકારે આર્મીમાં અગ્નિવીરોની ભરતી કરવાની જાહેરાત કર્યા બાદ આર્મી રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા દેશની સરહદો પર દેશની રક્ષા માટે સેનામાં જોડાવા અગ્નિવીરની ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે. ભરતી પ્રક્રિયા 27 ઓક્ટોબરથી શરુ કરવામાં આવી છે જે 8 નવેમ્બર સુધી ભરતી ચાલશે. ભરતીને લઈને ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પલેક્સમાં મેડિકલ અને ફીઝીકલ ફિટનેસ ટેસ્ટ માટે ઉમેદવારોને બોલાવવામાં આવી રહ્યાં છે. જો કે આ સાથે જ ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બહાર દલાલોથી સાવધાન રહેવાના બોર્ડ જોવા મળ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય સેનામાં ભરતી માટે ‘અગ્નિપથ ભરતી યોજના’ શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ધ્યેય ત્રણેય સર્વિસમાં યુવાનોને જોડવાનો છે. આ યોજના યોજના હેઠળ જોડાનાર જવાનોને અગ્નિવીર કહેવાશે.ગુજરાતમાં અગ્નિવીર માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.આ ભરતી પ્રક્રિયા માટે ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભરતી માટે ઉમેદવારો 9 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અગ્નિવીરોની ભરતી પ્રકિયા 27 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી છે. આ ભરતી માટે મેડિકલ અને ફીટનેસ ટેસ્ટ લેવામાં આવી રહ્યોં છે જે આગામી 8 નવેમ્બર સુધી ચાલશે. આ ઉપરાંત યુનિવર્સિટી સ્પોર્ટસ સંકુલ તરફ જવાના માર્ગે દલાલોથી સાવધાન રહેવાની ખાસ સુચના દર્શવતા બોર્ડ મુકવામાં આવ્યા છે. કેટલાક લોકો અગ્નિવીરોની ભરતીમાં ઉમેદવારોને ખોટા આશ્વાસન આપીને છેતરપિંડી કરતા હોય છે. આથી દલાલોના ચક્કરમાં આવવા કરતા ઉમેદવારો પોતાની કાબેલીયત પર ભરોસો રાખે. મેદાને જંગમાં કાબેલિયતથી લડે, નસીબમાં હશે તો દમ પર ફોજમાં ભરતી થઈ જશો.અને ભવિષ્યમાં દેશના સાચા સૈનિક બનશો. નવયુવાનો દલાલઓ રચેલા ષડયંત્રને સમજે, અને તેમના ચક્કરમાં ન આવવાની અપિલ પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્યના 20 જિલ્લા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી યુવક યુવતી આ ભરતી પ્રક્રિયામાં આવશે. અલગ અલગ ફોર્મેટમાં યુવક યુવતીની ભરતી કરવામાં આવશે. રોજે રોજ 5 હજાર ઉમેદવાર ભરતી પ્રક્રિયામાં ભાગ લે તેવી શકયતા છે.