- દિલ્હી લાલ કિલ્લો કરાયો બંધ
- બર્ડ ફ્લૂનો કહેર અટકાવવા માટે લેવાયો નિર્ણય
- આવનારા આદેશ સુધી બંધ રહેશે
દિલ્હીઃ સમગ્ર દેશમાં હાલ બર્ડ ફ્લૂનો કહેર વર્તાઈ રહ્યો છે, તેને અટકાવવા માટે કેન્દ્ર દ્રારા અનેક સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે, ત્યારે હવે તેના ફેલાવવાને અટકાવવા માટે દેશની રાજધાની સ્થિતિ ઐતિહાસિક લાલ કિલ્લાને આગળના આદેશઓ મળે ત્યા સુધી બંધ રાખવાનો ખાસ મહત્વનો નિર્મણ લેવામાં આવ્યો છે.
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા સંસ્થાએ ઈસ્યૂ કરેલા ઓર્ડરને લઈને લાલ કિલ્લાને જાહેર જનતા અને સામાન્ય આવતા તમામ મુલાકાતીઓ માટે અનિશ્ચિત સમયગાળા માટે બંધ કરવામાં આવ્યો છે
આ બર્ડ ફ્લૂના કહેર વચ્ચે જિલ્લા વહીવટીતંત્રએ જ ASI સંસ્થાને અપીલ કરી હતી કે લાલ કિલ્લાની આસપાસના સમગ્ર વિસ્તારમાં બર્ડ ફ્લૂનું સંક્રમણ વધુ ફેલાતો રોકવા માટે તે આ સ્મારકને બંધ કરી દે તે મહત્વનું છે આ સાથએ જ જ્યા સુધી આગળના આદેશો જારી કરવામાં ન આવે ત્યા સુધી આ કિલ્લો બંધ રાખવામાં આવશે.હવે ચોક્કસ સમય બાદ ASI દ્વારા મળતા આદેશ બાદ તે ખોલવામાં આવી શકે છે.
સાહિન-