Site icon Revoi.in

કેદારનાથ યાત્રાની નોંધણી પર 3 મે સુધી રોક લગાવાઈ, હવામાન ખરાબ થતા લેવાયો નિર્ણય

Social Share

દહેરાદૂનઃ- કેદારનાથ સહીકત ચારધઆમની યાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે,મોટા પ્રમાણમાં લોકોએ નોંધણી પણ કરાવી છે જો કે હાલની સ્થિતિ અહીની ખરાબ વાતાવરણના કારણે ખરાબ બની છે જેને જોતા તંત્રએ એક મહત્વનો નિર્ણય લીધો છે જે મુજબ 3 મે સુધી ચારધામ યાત્રાની નોંધણી રોકવામાં આવી છે.

આ મામલે  ચારધામ યાત્રાના રજીસ્ટ્રેશન ઈન્ચાર્જ પ્રેમાનંદે જણાવ્યું કે ખરાબ હવામાનને જોતા કેદારનાથનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. સરકાર દ્વારા 25 થી 30 એપ્રિલ સુધીની યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. પરંતુ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.સ્પષ્ટ હવામાનના અભાવે, સરકારે નોંધણી પરનો આ પ્રતિબંધ 3 મે સુધી લંબાવ્યો છે.

ત્યારે હવે હવામાનની આવી સ્થિતિમાં, મોટાભાગના તીર્થયાત્રીઓ નોંધણી કરાવ્યા પછી ત્રણ પવિત્ર સ્થળો (ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ) ની યાત્રાએ જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કેદારનાથ ધામમાં છેલ્લા 12 દિવસથી સતત હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડમાં 30 એપ્રિલથી ચાર દિવસ સુધી હવામાન ખરાબ રહેશે. ખરાબ હવામાનને લઈને એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

ઉત્તરાખંડમાં ખરાબ હવામાનને કારણે વરસાદ અને હિમવર્ષા બાદ યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેદારનાથ ધામના દરવાજા 25 એપ્રિલે ખોલવામાં આવ્યા હતા. જ્યારે બદ્રીનાથ ધામના દરવાજા 27 એપ્રિલે ખોલવામાં આવ્યા હતા. 22 એપ્રિલે ગંગોત્રી-યમુનોત્રી ધામના દરવાજા દર્શન માટે ખોલવામાં આવ્યા હતા.જો કે હાલ તેની નોંધણી પર રોક લગાવાઈ છે.હવે યાત્રીઓએ અહી પહોંચવા માટે 3 મેની રાહ જોવી પડશે.