- રિપોર્ટમાં ખુલી પડી ફેસબુકની અસર્થતા
- નફરતા ભર્યા ભાષણો,ભર્મિત સૂચનાઓને રોકવામાં ફેસબુક નિષ્ફળ
દિલ્હીઃ દેશભરમાં શોસિયલ મીડિયા થકી અનેક સારી વાતો પણ ફેલાઈ છે તો ક્યારેય તેનો દૂર ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે, ત્યારે તાજેતરમાં જ સોશિયલ મીડિયાનું મોટૂ પ્લેટફોર્મ ગણાતા ફેસબુકને લઈને એક દાવો કરવામાં આવ્યો છે.જેમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુક ભારતમાં ખોટી માહિતી અને દ્વેષપૂર્ણ ભાષણનો સામનો કરવામાં અસમર્થ રહ્યું છે.
અમેરિકી મીડિયાના અહેવાલ પ્રમાણે ફેસબુકના આંતરિક દસ્તાવેજો દર્શાવે છે કે ખોટી માહિતી, દ્વેષપૂર્ણ ભાષણ અને હિંસા પર ઉજવણીની સામગ્રીનો સામનો કરવામાં ફેસબુક નિષ્ફળ રહીને કંપની તેના સૌથી મોટા બજાર, ભારતમાં સમસ્યાઓનો સામનો કરી રહી છે. સોશિયલ મીડિયા સંશોધકોએ ધ્યાન દોર્યું છે કે એવા જૂથો અને પૃષ્ઠો છે જે “ભ્રામક, ઉશ્કેરણીજનક અને સમુદાય વિરોધી સામગ્રીથી ભરેલા છે”
આ સમગ્ર બાબતે ન્યૂયોર્ક ટાઈમ્સમાં શનિવારના રોજ પ્રકાશિત થયેલા એહવાલ પ્રમાણે કેરળના રહેવાસી માટે સોશિયલ મીડિયા વેબસાઈટ કેવી દેખાય છે તે જોવા માટે ફેસબુકના સંશોધકોએ ફેબ્રુઆરી 2019માં નવા યુઝર એકાઉન્ટ્સ બનાવ્યા હતા.
ફેસબુકના રિપોર્ટનો હવાલો આપીને ” ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ કહ્યું કે ભારતમાં 22 માન્યતા પ્રાપ્ત ભાષાઓમાંથી માત્ર પાંચ ભાષાઓમાં જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત કન્ટેન્ટનું વિશ્લેષણ કરવાની સુવિધા છે, પરંતુ હિન્દી અને બંગાળીનો અત્યાર સુધી સમાવેશ કરવામાં આવ્યો નથી.
આ રિપોર્ટ મુજબ આગામી ત્રણ અઠવાડિયા સુધી, એકાઉન્ટ સામાન્ય નિયમો હેઠળ ચલાવવામાં આવ્યું હતું. સમૂહમાં જોડાવવું, વીડિયો જોવા અને સાઇટના નવા પેજ માટે ફેસબુકના અલ્ગોરિધમ દ્વારા કરવામાં આવેલી તમામ ભલામણોનું પાલન કરવામાં આવ્યું હતું. તેનું પરિણામ એ રહ્યું કે વપરાશકર્તાઓ નફરત વાળા ભાષણ, ખોટી માહિતી અને હિંસા અંગે ઉજવણીની ભરમાર થઈ, જે ફેસબુકે તે મહિનાના અંતમાં પ્રકાશિત તેના આંતરિક અહેવાલમાં દસ્તાવેજીકૃત કર્યું હતું.