ભારતમાં દરરોજ 19 લાખ લોકો ભૂખ્યા પેટે સુઈ જતા હોવાનો અહેવાલમાં ખુલાસો
નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા શ્રીલંકાને ભારત સરકારે ચોખા મોકલ્યાં છે. આ ઉપરાંત અનેક દેશોને ભારત સરકાર મદદ કરે છે પરંતુ ભારતમાં 10 લાખ જેટલા બાળકો કુપોષણનો શિકાર હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત દેશમાં દરરોજ 19 લાખ લોકો ભૂખ્યા પેટે સુઈ જતા હોવાનું જાણવા મળે છે. ફોરેન એગ્રીકલ્ચર સર્વિસના અહેવાલ અનુસાર દુનિયામાં સૌથી વધુ અનાજ પેદા કરવામાં ભારત બીજા નંબરે છે તેમ છતાં પણ અનાજની બાબતમાં ગરીબોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
વૈશ્વિક હંઞર ઇન્ડેક્સમાં ભારતનો નંબર 116 દેશોના લિસ્ટમાં 101 નંબર પર છે. દેશમાં દરરોજ 19 લાખ લોકોને ભૂખ્યા પેટે સૂઈ જવું પડે છે દેશમાં 6 થી 23 મહિના સુધીના 90 ટકા બાળકોને ફરજિયાત ડાયટ મળતો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ પહેલા જ અમેરિકાના પ્રમુખને એવી ખાતરી આપી હતી કે, જો વિશ્વ વ્યાપાર સંગઠન મંજુરી આપે તો દુનિયાને અનાજ પૂરો પાડવા માટે ભારત તૈયાર છે.
વડાપ્રધાનની આ ખાખરી ના ઉપલક્ષ્યમાં સર્વેની હકીકતો જાહેર કરવામાં આવી છે અને તેમાં એમ જણાવવામાં આવ્યું છે કે અનાજની બાબતમાં ભારતના નાગરિકોની હાલત પહેલાથી જ ખરાબ છે અને લાખો લોકો રોજ ભૂખ્યા સુવે છે અને એમને પૂરતા પ્રમાણમાં અનાજ મળતું નથી અને એમના બાળકો કુપોષણનો શિકાર થઈ રહ્યા છે.
આ રિપોર્ટનો કહેવાનો મતલબ એ છે કે જો ભારતના નાગરિકોને પૂરતા પ્રમાણમાં અનાજ મળતું નથી તો પછી ભારત સરકાર દુનિયાના બીજા દેશો ને કેવી રીતે અનાજનો પુરવઠો પૂરો પાડી શકશે.