Site icon Revoi.in

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત માટે સરકારના 11 મંત્રીઓને જવાબદારી સોંપાઈ

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી કોરોનાને કારમે મુલત્વી રાખવામાં આવી હતી. હવે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠોનો પ્રશ્ન બની ગઈ હોય ભાજપે ચૂંટણી જીતવા માટે ગુજરાત સરકારના  મંત્રીઓની ફોજ ઉતારી દીધી છે. શહેરના 11 વોર્ડ દીઠ એક-એક મંત્રીની જવાબદારી નક્કી કરાઈ છે. આ અગિયાર મંત્રીઓ ઉપરાંત ભુપેન્દ્રસિંહ ચૂડાસમાને સમગ્ર પાલિકાની જવાબદારી અપાઇ છે. ગુજરાત ભાજપ ઉપરાંત હવે સરકાર પણ આ ચૂંટણી જીતાડવા માટે કમર કસી રહી છે.

ગાંધીનગર મહાનગરપાલિકામાં સરકારી કર્મચારીઓ હોય એવા મતદારોની સંખ્યા વધુ છે. તેથી જ કહેવાય છે. કે, ચૂંટણી જાહેર થાય તે પહેલા જ સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરીને કર્મચારીઓને ખૂશ કરવાના પ્રયાસો કર્યા હતા.ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે. જોકે મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો રહેશે. ભાજપે ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે.બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં મળેલી મંત્રીઓની બેઠકમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી વિશે ચર્ચા કરવામાં આવી હતી. અને 11 વોર્ડની જવાબદારી એક એક મંત્રીને સોંપવામાં આવી હતી.  આ ચૂંટણી દરમિયાન સરકારના તમામ મંત્રીઓની ફોજ ત્યાં પ્રચાર અને અન્ય વ્યવસ્થાની કાર્યવાહી જોશે. આ ઉપરાંત ચૂંટણી સુધી દરેક મંત્રીઓને મહત્તમ દિવસ ગાંધીનગરમાં જ રહેવાનું રહેશે અને સંબંધિત વોર્ડના ચૂંટણી કાર્યાલય પર મુલાકાત કરીને સમગ્ર જવાબદારી જોવાની રહેશે. ભાજપના નેતાના જણાવ્યા અનુસાર ગાંધીનગર ગૃહમંત્રી અમિત શાહના મતક્ષેત્રમાં આવે છે તેથી આ ચૂંટણી જીતવા માટે શાહે જ સંગઠન અને સરકારને ટાસ્ક સોંપ્યું છે જે પૂરું કરવાનું રહેશે.