ધોરણ-12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, 100 ટકા આવ્યું પરિણામ
- ગુજરાત બોર્ડનું ધોરણ-12નું પરિણામ જાહેર
- સામાન્ય પ્રવાહનું પરિણામ 100 ટકા જાહેર
- માસ પ્રમોશનના કારણે 100 ટકા આવ્યું પરિણામ
ગાંધીનગર: ગુજરાત બોર્ડના ધોરણ-12ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના ભણતરને અસર થઈ છે અને તેને ધ્યાનમાં રાખીને સરકારે આપેલા માસ પ્રમોશન આપ્યું છે અને તેને કારણે 100 ટકા પરિણામ આવ્યું છે. આ પરિણામમાં 4,00,127 વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યાં છે.
જો કે 691 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 9495 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ પરિણામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો છે. C1 ગ્રેડ મેળવનારા 1,29,781 વિદ્યાર્થી છે, જ્યારે C2 ગ્રેડ મેળવનારા 1,08,299 વિદ્યાર્થી છે.
હાલ માં તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા પરિણામની પ્રિન્ટ કાઢીને આપવામાં આવી રહી છે.થોડા સમય પછી બોર્ડ દ્વારા પરિણામ ની હાર્ડ કોપી આપવામાં આવશે . વિદ્યાર્થીઓ પરિણામની કોપી લઈ અને પોતાની એડ્મિશન પ્રોસેસ પૂર્ણ કરી શકશે ત્યારે આજે સવારથી જ શાળાઓમાં પરિણામ લેવા માટે વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે.
કોરોનાકાળમાં વિદ્યાર્થીઓને ભણવામાં ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો અને તેના કારણે હવે તેમને આગળ ભણવા માટે પ્રવેશ લેવા માટે પણ તકલીફ પડી રહી છે. સરકાર દ્વારા આ બાબતે યોગ્ય પગલા લેવામાં આવ્યા છે પણ હજુ પણ કોલેજો તથા કેટલીક સ્કૂલો બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓને તેવુ ભણતર તો નથી મળી રહ્યું જે કોલેજ કે સ્કૂલમાં રહીને મળતું હતુ.