Site icon Revoi.in

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતીકાલે શનિવારે સવારે 8 વાગ્યે જાહેર થશે

Social Share

ગાંધીનગર :ધોરણ 12ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ધોરણ 12ના પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓના પરિણામની તારીખ જાહેર થઈ છે. આવતીકાલે 17 જુલાઈના રોજ પરિણામ જાહેર થશે. પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવશે. આવતીકાલે 17 જુલાઈના રોજ સવારે 8 વાગે પરિણામ જાહેર થશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વર્ષ 2021ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ કરીને શિક્ષણ વિભાગના 19.06.2021ના ઠરાવથી નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની નીતિ જાહેર કરી હતી. સદર ઠરાવ અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના જાહેર કરેલી નીતિ મુજબના ગુણ બોર્ડની વેબસાઈડ પર જાહેર કરવામાં આવ્યા હતા. જેના આધારે ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.

નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર આવતીકાલ 17-07-2021ને શનિવારે સવારે 8 કલાકે જોહેર કરવામાં આવશે. શાળાઓએ વિદ્યાર્થીઓને ગુણપ્રત્રકની નકલ આપવાની રહેશે.