અમદાવાદઃ ગુજરાતના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા જિલ્લા કલેકટર કચેરીની મુલાકાત લીધી હતી. તેમજ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યાં હતા. દરમિયાન રવિવારના દિવસે વડોદરા જિલ્લા કલેકટર કચેરીને ચાલુ રાખવા નિર્દેશ કર્યો છે.
રાજ્યમાં નવનિયુક્ત મંત્રીઓ દ્વારા વિવિધ વિભાગોમાં અરજીઓની સ્થિતિની સમીક્ષા શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્યના મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રવિવારના દિવસે વડોદરા જીલ્લા કલેકટર કચેરીને ચાલુ રાખવાના હુકમ કર્યો હતો.જે બાદ તેમણે જીલ્લા કલેકટર કચેરી અને પ્રાંત ઓફિસની મુલાકાત લઈને પડતર કેસો અંગે માહિતી મેળવી હતી. તેમણે SDM કચેરીમાં RTSના કેટલા ઓર્ડર પેન્ડિંગ છે. તે પૂછતા કુલ 70 જેટલા ઓર્ડર હાલ પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું હતુ. જે બાદ તેમણે આ તમામ પેન્ડિંગ RTS હુકમોનો બે દિવસમાં નિકાલ કરવાનો હુકમ કર્યો હતો.જો કે અધિકારીઓએ 7 દિવસનો સમય માંગતા તેઓની માંગણી ગ્રાહ્ય રાખી હતી. તેમણે જણાવ્યુ હતુ કે રાજ્યની કોઈ પણ કચેરીમાં આજ રીતે ઓચિંતી મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.