Site icon Revoi.in

ક્લાઈમેટ ચેન્જથી બંધારણમાં મળેલો સમાનતાનો અધિકાર અસરગ્રસ્ત થઈ રહ્યો છે: સુપ્રીમ કોર્ટ

Social Share

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે પોતાની મહત્વની ટીપ્પણીમાં કહ્યું છે કે જળવાયુ પરિવર્તન બંધારણમાં મળેલા સમાનતાના અધિકારને અસરગ્રસ્ત કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે તેની સાથે જ રાજસ્થાન અને ગુજરાતમાં મળનારી ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણ અને અક્ષય ઊર્જા મમાળખા સંદર્ભે એક સમિતિની રચનાનો પણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એપ્રિલ, 2021માં પોતાના એક આદેશનો પણ ઉલ્લેખ કર્યો, તેમાં રાજસ્થાન અને ગુજરાતમાં 80 હજાર વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી ટ્રાન્સમિશન લાઈનને અંડરગ્રાઉન્ડ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે વન્યજીવ કાર્યકર્તા એમકે રંજીત સિંહ અને અન્યની અરજી પર સુનાવણી કરતા અક્ષય ઊર્જાના હાઈવોલ્ટેજ અને ઓછા વોલ્ટેજની લાઈનને લઈને પુનર્ગઠનનો આદેશ આપ્યો. ખંડપીઠે કહ્યું છે કે જળવાયુ પરિવરત્ન, બંધારણીય ગેરેન્ટી સમાનતાના અધિકારને પ્રભાવિત કરી રહ્યું છે. ખંડપીઠે કહ્યું છે કે સ્વચ્છ જળવાયુ વગર જીવનનો અદિકાર સુરક્ષિત થઈ શકે નહીં. સ્વાસ્થ્ય અધિકાર વાયુપ્રદૂષણ, વાયરસજનિત બીમારીએ, તાપમાન વધવું, પૂર, ખાદ્ય સંકટ, વાવાઝોડું અને દુકાળ જેવા કારકોથી પ્રભાવિત થાય છે.

ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ વિલુપ્તપ્રાય પક્ષી છે અને સામાન્ય રીતે રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળે છે. સૌર ઊર્જાની ટ્રાન્સમિશન લાઈનના કારણે આ પક્ષીઓના જીવન પર સંકટ વધી ગયું છે. આ પક્ષીઓમાં આંખો માથાના બે છેડા પર હોય છે. તેના કારણે તે ઉડાણ ભરતી વખતે સામે આવનારી ટ્રાન્સમિશન લાઈનના તારોને યોગ્ય રીતે જોઈ શકતા નથી અને તેના કારણે તારથી અથડાઈને તેમના મોત થઈ રહ્યા છે. આના પર સુપ્રીમ કોર્ટે પક્ષીઓના મોત પર ચિંતા વ્યક્તદ કરી અને તેની સાથે એમ પણ કહ્યુ કે નાગરિકોને વીજ સપ્લાય પણ જરૂરી છે, કારણ કે આર્થિક વિકાસ પ્રભાવિત થાય છે અને સમાનતા માટે પણ વીજળીની સપ્લાઈ જરૂરી છે.

સુપ્રીમ કોર્ટે આ સમસ્યાના સમાધાન માટે એક સમિતિ બનાવી છે, તેમાં વાઈલ્ડલાઈફ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા, દહેરાદૂનના નિદેશક ડૉ. હરિશંકરસિંહની સાથે જ ડૉ. નિરંજન કુમાર વાસુ, બી. મજૂમદાર, ડૉ. દેવેશ ગઢવી, લલિત બોહરા   અને પર્યાવરણ મંત્રાલયના સચિવને સામેલ કરવામાં આવ્યા છે. આ સમિતિ અક્ષય ઊર્જાની ટ્રાન્સમિશન લઆઈન અને તેનાથી ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણના ઉપાયની ભલામણ કરશે. ખંડપીઠે કહ્યું છે કે ભારતમાં આ જરૂરી છે કે આંતરરાષ્ટ્રીય નિયમોને પણ પૂર્ણ કરવામાં આવે અને ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનને ઘટાડીને લોકોના મૂળભૂત અધિકાર પણ સુરક્ષિત રાખવામાં આવશે.