- વાળમાં 3 મહિનાના ગાળે મેહંદી નાખવી
- મેહંદી પલાળતા ચેમાં છાસ કે દહીંનો ઉપયોગ કરવો
સામાન્ય રીતે નાની ઉંમરમાં ઘણી સ્ત્રીઓના વાળ સફેદ થી જતા હોય છે ત્યારે ઘણા લોકો કલર કરવા કરતા મેહંદીનો ઉપયોગ કરીને આ વાળની સુંદરતકા વધારે છે, જો કે મેહંદીને વાળમાં નાખવા માટે પલાળવી હોય તો તેની કેટલીક ખાસ ટિપ્સ છે જેનાથી વાળમાં સારો કલર તો આવશે જ સાથે તમારા વાળ સ્મૂથ અને સિલ્કી પણ બનશે, અને સાથે ખોળો પમ દૂર થશે તો ચાલો જોઈએ મહેંદી પલાળવાની ખાસ ટ્રિક અને ટિપ્સ.
- વાળમાં નાખવાની મહેંદી હંમાશા લોઁખડના કાટ વાળા વાસમમાં પલાળવી, વડીલાનો કહેવા પ્રમાણે આ વાસમમાં મહેંદી પલાળવાથી રંગ વધુ ચઢે છે.
- મહેંદી પલાળતી વખતે તેમાં પાણીની બદલે છાસ અથવા તો દહીંનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી વાળ બરછડ નહી બને
- મહેંદી પલાળતા વખતે તેમાં કોફઈ એડ કરવાથી વાળ સાઈનિંગ વધુ કરે છે અને વાળ સિલ્કી પણ બને છે.
- વાળને કુદરતી કાળા કરવા હોય તો પહેલા મહેંદી પાઉડરમા આમળા મિક્સ કરો ત્યારબાદ તમારે તેમા અલગથી બ્લેક ટી મિક્સ કરવાની રહેશે જેનાથી તમારા વાળ કુદરતી કાળા અને મુલાયમ બનશે.
- જો તમે વાઇબ્રેટ રેડ કલર ઈચ્છો છો તો તેમા કાથો મિક્સ કરો. કાથો તમને સરળતાથી પાનની દુકાને મળી જશે. રાત્રે મહેંદી પલાળતી વખતે જ કાથોં એડ કરવો જેથી તે સંપૂર્ણપણે મિક્સ થઈ જાય.
- મહેંદીમાં લીબુંનો પર એડ કરી શકો છો જો તમારા વાલમાં ખૂબ જ ખોળો હોય તો મહેંદીને લીબુંનો રસ નાખીને જ પલાળવી જોઈએ જેનાથી વાળમાં આવતી ખંજવાળ અને ખોળો બન્ને દૂર થાય છે.
- હેંદીને સામાન્ય રીતે આખી રાત પલાળીને રાખવી જોઈએ અથવા લગાવતી વખતે ૧ થી ૨ કલાક પહેલા તો પલાળવી જ જોઈએ.
- જો તમારી મહેંદીની સુગંધ તમને સારી ન લાગતી હોય તો તેમા તમે ગુલાબજળ મિક્સ કરી શકો છો. .