Site icon Revoi.in

વાળમાં મહેંદી નાખવી છે? તો જોઈલો મહેંદીને પલાળવાની કેટલીક ટ્રિક અને ટિપ્સ

Social Share

સામાન્ય રીતે નાની ઉંમરમાં ઘણી સ્ત્રીઓના વાળ સફેદ થી જતા હોય છે ત્યારે ઘણા લોકો કલર કરવા કરતા મેહંદીનો ઉપયોગ કરીને આ વાળની સુંદરતકા વધારે છે, જો કે મેહંદીને વાળમાં નાખવા માટે પલાળવી હોય તો તેની કેટલીક ખાસ ટિપ્સ છે જેનાથી વાળમાં સારો કલર તો આવશે જ સાથે તમારા વાળ સ્મૂથ અને સિલ્કી પણ બનશે, અને સાથે ખોળો પમ દૂર થશે તો ચાલો જોઈએ મહેંદી પલાળવાની ખાસ ટ્રિક અને ટિપ્સ.

  1. વાળમાં નાખવાની મહેંદી હંમાશા લોઁખડના કાટ વાળા વાસમમાં પલાળવી, વડીલાનો કહેવા પ્રમાણે આ વાસમમાં મહેંદી પલાળવાથી રંગ વધુ ચઢે છે.
  2. મહેંદી પલાળતી વખતે તેમાં પાણીની બદલે છાસ અથવા તો દહીંનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી વાળ બરછડ નહી બને
  3. મહેંદી પલાળતા વખતે તેમાં કોફઈ એડ કરવાથી વાળ સાઈનિંગ વધુ કરે છે અને વાળ સિલ્કી પણ બને છે.
  4. વાળને કુદરતી કાળા કરવા હોય તો પહેલા મહેંદી પાઉડરમા આમળા મિક્સ કરો ત્યારબાદ તમારે તેમા અલગથી બ્લેક ટી મિક્સ કરવાની રહેશે જેનાથી તમારા વાળ કુદરતી કાળા અને  મુલાયમ બનશે.
  5.  જો તમે વાઇબ્રેટ રેડ કલર ઈચ્છો છો તો તેમા કાથો મિક્સ કરો. કાથો તમને સરળતાથી પાનની દુકાને મળી જશે. રાત્રે મહેંદી પલાળતી વખતે જ કાથોં એડ કરવો જેથી તે સંપૂર્ણપણે મિક્સ થઈ જાય.
  6. મહેંદીમાં લીબુંનો પર  એડ કરી શકો છો જો તમારા વાલમાં ખૂબ જ ખોળો હોય તો મહેંદીને લીબુંનો રસ નાખીને જ  પલાળવી જોઈએ જેનાથી વાળમાં આવતી ખંજવાળ અને ખોળો બન્ને દૂર થાય છે.
  7. હેંદીને સામાન્ય રીતે આખી રાત પલાળીને રાખવી જોઈએ અથવા લગાવતી વખતે ૧ થી ૨ કલાક પહેલા તો પલાળવી જ જોઈએ.
  8. જો તમારી મહેંદીની સુગંધ તમને સારી ન લાગતી હોય તો તેમા તમે ગુલાબજળ મિક્સ કરી શકો છો. .