મુંબઈ : શેરબજારમાં મલ્ટીબેગર શેર, સરળ શબ્દોમાં કહીએ તો વળતરના મામલે માલામાલ કરી દેતા શેરોની અછત નથી. હેરાન કરનારી વાત તો એ છે કે, દેશની દિગ્ગજ કંપનીઓની તુલનામાં નાની કંપનીઓએ ગત કેટલાક વર્ષોમાં મલ્ટીબેગર વળતર આપ્યું છે. જેના કારણે રોકાણકારોને બમણું નહિ પણ તેનાથી કેટલાય ગણું વધારે વળતર મળ્યું છે.
હિલ્ટન ફોર્જિંગ લિમિટેડના શેરોએ તેના રોકાણકારોને મલ્ટીબેગર વળતર આપ્યું છે. 3 વર્ષના ટૂંકાગાળામાં આ શેર 1500 ટકાથી પણ વધારે ભાગ્યો છે. હાલ બીએસઈ પર આ શેરનો ભાવ 157 રૂપિયા છે.
મલ્ટીબેગર શેરની યાદીમાં નામ આવે છે, હિલ્ટન મેટલ ફોર્જિંગ લિમિટેડના શેરોનું જેણે માત્ર 3 વર્ષના ગાળામાં 1500 ટકાથી પણ વધારે વળતર આપ્યું છે. આ મલ્ટીબેગર શેર 22 મે 2022ના રોજ 8.69 રૂપિયા પર બંધ થયો હતો અને બીએસઈ પર ભાવ 157 રૂપિયા છે.
જો કોઈ રોકાણકારે 3 વર્ષ પહેલા હિલ્ટન મેટલના શેરોમાં રોકાણ કર્યું હોત તો તેના 1 લાખનું મૂલ્ય આજે વધીને 17.59 લાખ રૂપિયા થઈ ગયું હોત. આ તુલનામાં આ દરમિયાન સેન્સેક્સ 101 ટકા વધ્યો છે.