Site icon Revoi.in

ઈંઘણના ભાવમાં થઈ રહેલો વધારો એ કોરોનાની મફતમાં અપાતી રસીની ભરપાઈ !

Social Share

દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલના કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હી, મુંબઈ, કોલકતા, ચેન્નઈ, ભોપાલ, બેંગલુરુ, પટના, ચંડીગઢ, લખનૌ, નોઈડા અને અમદાવાદ સહિતના શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 100ને પાર થઈ ગયો છે. મુંબઈ અને ભોપાલમાં ડીઝલની કિંમત રૂ. 100ને પાર થયો છે. કેરલ અને કર્ણાટકના કેટલાક શહેરોમાં સોમવારે પેટ્રોલની કિંમત રૂ. 100ના આંકડો વટાવી ચુકી છે. દરમિયાન પેટ્રોલિયમ અને નેશચલ ગેસ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી રામેશ્વર તેલીનું મોટુ નિવેદન સામે આવ્યું છે. ઈંધણની ઉંચી કિંમત એક રીતે મફતમાં અપાતી કોવિડ- 19 રસની ભરપાઈ હોવાનું રામેશ્વર તેલીએ જણાવ્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર તાજેતરમાં અસમની એક મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ઈંધણની કિંમતો વધારે નથી પરંતુ ટેક્સ સામેલ છે. કોવિડની રસી મફતમાં આપવામાં આવી રહી છે તેના પૈસા ક્યાંથી આવે છે. આપ લોકોએ તેની રકમ ચુકવવામાં આવી નથી. આમ એક રીતે એકત્ર કરવામાં આવ્યાં છે. ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 100ને પાર થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારાને પગલે લોકોની આર્થિક મુશ્કેલી વધી છે. ઈંઘણના ભાવ વધારાને પગલે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે.