દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ટામેટાના ભાવમાં ભારેખમ વધારો નોંઘાઈ ટૂક્યો છએ સામાન્ય રીતે 20 થી 30 રુપિયે કિલો મળતા ટામેટા ફરી 200 રુપિયે કિલો મળતા થતા સૌ કોઈના ખિસ્સા પર ભાર પડ્યો છે જેના કારણે શાકાહારી થાળી પણ મોંધી થઈ છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે હવે ટામેટાના વધતા ભાવની અસર રેસ્ટોરન્ટોમાં પણ જોવા મળી રહી છે રેસ્ટોરન્ટમાં મળતી શાકાહારી થા્ળી મોંધી થી રહી છે.વિગત અનુસાર જો જૂનની સરખામણી કરીએ તો આ થાળીની કિંમતમાં 28 ટકાનો વધારો નોંધાયો છે.
આ બબાત રેટિંગ એજન્સી ક્રિસિલના ‘રોટી-રાઇસ રેટ’ રિપોર્ટમાં જણાવાઈ છે અને કહેવામાં આવ્યું છે કે કે માંસાહારી થાળી પ્રમાણમાં ઓછી અસર કરે છે અને તેની કિંમતમાં માત્ર 11 ટકાનો વધારો થયો છે.જ્યારે શાકાહારી થાળઈ માં 28 ટકાનો વધારો ચોખ્ખો જોઈ શકાય છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જુલાઈમાં શાકાહારી થાળીની કિંમત 33.7 રૂપિયા પર પહોંચી ગઈ છે. જૂનમાં તે 26.3 રપિયા અને મેમાં 25.1 રપિયા હતી. એપ્રિલમાં શાકાહારી થાળી 25 માં મળતી હતી. જો કે ગયા વર્ષે માર્ચમાં તેની કિંમત 24.40 રૂપિયા હતી. ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે 16 મહિનામાં સૌથી મોંઘી પ્લેટ જુલાઈમાં બની છે.
આ રીતે જુલાઈમાં માંસાહારી થાળીની કિંમત 66.8 રૂપિયા પર પહોંચી ગઈ છે. જૂનમાં તે 60 રુપિયા મેમાં 59.3 રુપિયા અને એપ્રિલમાં 58.30 રુપિયા હતી. માર્ચ 2022માં તેની કિંમત 55.6 રૂપિયા હતી. અહીં પણ 16 મહિનામાં સૌથી મોંઘી પ્લેટ જુલાઈમાં જ જોવામળી છે.
આ ભાવ વધારામાં ટામેટાની મહત્વની ભૂમિકા છે, કારણ કે જુલાઇમાં ટામેટાના ભાવ 233 ટકા વધીને રૂ. 110 પ્રતિ કિલો થયા હતા, જે જૂનમાં માત્ર રૂ. 33 પ્રતિ કિલો હતા. ટામેટાંના ભાવ દેશના દરેક શહેરમાં અલગ-અલગ હોય છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ગુણવત્તાના આધારે ટામેટા 180-220 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.