આજકાલ યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. સોનાલી ફોગાટ, અભિનેતા પુનીત રાજકુમાર, સિદ્ધાર્થ શુક્લા, કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ અને સિદ્ધાંત સૂર્યવંશી જેવી ઘણી જાણીતી હસ્તીઓનું નાની ઉંમરે હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું.તો હવે લોકોમાં જીમ કે શારીરિક પ્રવૃત્તિ કરવાનો ક્રેઝ ઘટી રહ્યો છે.જોકે જીવનશૈલીમાં ફેરફાર કરવામાં આવે તો બીજી વખત હાર્ટ સ્ટ્રોકનો ખતરો ઘટાડી શકાય છે.આ લેખમાં, અમે તમને એક સંશોધનના આધારે તેનાથી સંબંધિત જરૂરી માહિતી આપવા જઈ રહ્યા છીએ.
એક નવું સંશોધન બહાર આવ્યું છે, જે મુજબ જીવનશૈલીમાં બદલાવ બીજી વખત હાર્ટ એટેકનો ખતરો ઘટાડી શકે છે.વાસ્તવમાં, એક સંશોધન સામે આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે હાર્ટ એટેક હોવા છતાં, જો જીમનું રૂટીન ફરીથી ફોલો કરવામાં આવે છે, તો તે હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે. આ બધામાં પૂરતી ઉંઘ અને ટ્રેસમાં નિયંત્રણથી ઘણી સમસ્યા ટાળી શકાય.
સંશોધન અનુસાર, આ માટે લગભગ 1100 પુખ્તોનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. આ તમામને 1990 થી 2018 ની વચ્ચે હાર્ટ એટેક આવ્યો હતો. આમાં સરેરાશ ઉંમર 73 વર્ષ હતી. સંશોધકોએ તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે જે લોકો શારીરિક રીતે ફિટ છે અને તેમ છતાં નિયમિત કસરતનું પાલન કરે છે, તેમનામાં હાર્ટ એટેકનું જોખમ 34 ટકા ઘટી જાય છે.