શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે, શિયાળામાં વધારે ખાવાવાળા સાવધાન થઈ જાઓ
ખાવા પીવાની દૃષ્ટિએ શિયાળાના મૌસમને સૌથી સારી માનવામાં આવે છે. આ મૌસમમાં ફૂડની વેરાયટી પણ વધારે હોય છે. આ મૌસમમાં લોકો પોતાની મનપસંદ વસ્તુઓ ઘણી બધી ખાય છે પણ જાણકારો તેનાથી સાવધાન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, શિયાળામાં વધુ પડતું ખાવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
શિયાળામાં શરીરમાં ઘણા ફેરફારો થાય છે. ઓછા તાપમાનને કારણે શરીરની નસો સંકોચાય જાય છે. જેના કારણે બ્લડ સર્ક્યુલેશન ઓછું થાય છે. આ મૌસમમાં ફિઝિકલ એક્ટેવિટી પણ ઓછી હોવાથી વધુ પડતું ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ વધે છે. તેથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
શિયાળામાં વધુ તળેલું, મસાલેદાર ખાવાથી અને વધુ ચા પીવાથી બીપીની સમસ્યા ઝડપથી વધે છે. તાપમાનને કારણે લોહીની નસો પહેલાથી સંકોચાઈ જાય છે અને બ્લડ સર્ક્યુલેશન સરખુ નથી રહેતુ, આવી સ્થિતિમાં હાઈ બીપીની સમસ્યાઓ વધારી શકે છે.
શિયાળાની મૌસમમાં વધુ પડતા સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટના સેવનથી કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. તે વધારે ખોરાકને કારણે વધુ ટ્રિગર થાય છે. જેના કારણે હાઈ બ્લડ પ્રેશર સાથે હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે.
હાર્ટ એટેકથી કેવી રીતે બચવું, વજન નિયંત્રણમાં રાખો, શારીરિક પ્રવૃત્તિ કરતા રહો, બ્લડપ્રેશર અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખો, વધુ પડતું ન ખાવું, માત્ર હૂંફાળું પાણી પીવું, કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરો.