Site icon Revoi.in

અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલ તરફ જતા રોડનું નામ કલ્યાણ સિંહ માર્ગ કરાશે

Social Share

દિલ્હીઃ ભાજપના સિનિયર નેતા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહનું નિધન થતા ભાજપના નેતાઓમાં શોક ફેલાયો છે. તેમજ મોટી સંખ્યામાં તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે સિનિયર નેતાઓ-કાર્યકરો અને પરિવારજનો ઉમટી પડ્યાં હતા. કલ્યાણસિંહે અયોધ્યામાં રામ મંદિર માટે મહત્વનું યોગદાન આપ્યું છે. દરમિયાન અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલ તરફ જતા રસ્તાનું નામ કલ્યાણસિંહ માર્ગ આપવાનો ઉત્તરપ્રદેશ સરકારે નિર્ણય કર્યો છે. એટલું જ નહીં લખનૌ, પ્રયાગરાજ, બુલંદશહેર અને અલીગઠમાં પણ એક-એક રોડનું નામ કલ્યાણસિંહ માર્ગ કરવામાં આવશે. તેમ નાયબમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું.

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહના અંતિમ સંસ્કાર આજે અતરૌલીમાં કરવામાં આવશે. તેમજ રાજ્યમાં 3 દિવસના શોકની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત લખનૌ યુનિવર્સિટીની પીએસડીની પરીક્ષાને પણ મુલત્વી રાખવામાં આવી છે. હવે આ પરીક્ષા તા. 29મી ઓગસ્ટના રોજ યોજાશે. કલ્યાણ સિંહનાં મૃતદેહને લખનઉથી અલીગઢ માટે એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. આ પહેલા તેમના પાર્થિવ દેહને લખનઉનાં ભાજપ કાર્યાલયમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં પાર્ટીનાં કાર્યકરોએ રામભક્ત કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સહિત અન્ય ઘણા નેતાઓએ લખનઉમાં તેમના નિવાસસ્થાને જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.