1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના મેટ્રો ફેઝ-2ના બ્રિજના સ્પાનમાં ગાબડાં પડતાં દુર્ઘટના સર્જાય તે પહેલાં રસ્તો બંધ કરાયો
સુરતના મેટ્રો ફેઝ-2ના બ્રિજના સ્પાનમાં ગાબડાં પડતાં દુર્ઘટના સર્જાય તે પહેલાં રસ્તો બંધ કરાયો

સુરતના મેટ્રો ફેઝ-2ના બ્રિજના સ્પાનમાં ગાબડાં પડતાં દુર્ઘટના સર્જાય તે પહેલાં રસ્તો બંધ કરાયો

0
Social Share

સુરતઃ શહેરમાં પણ 2012થી મેટ્રોનું કામ પૂરજોશમાં આગળ વધી રહ્યું છે અને 2027 સુધી મેટ્રો પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવાનું છે. ત્યારે શહેરના સારોલી-કડોદરા માર્ગ પર નિર્મણાધિન મેટ્રોનો સ્પાન એક તરફ નમી ગયો છે, જેના લીધે સ્પાનમાં ગાબડાં પડતા સળિયા દેખાવવા લાગ્યા છે. જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સારોલીથી કડોદરા તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવતાં બે-ત્રણ કિલોમીટર લાંબા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.

સુરતના સારોલી-કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઈ ગયા છે. હાલ મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે, આ દરમિયાન મોટી ઘટના થવાની શક્યતા સેવાઈ રહી છે. હાલમાં સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે. જેના લીધે બેથી ત્રણ કિલોમીટરનો લાંબો ટ્રાફિકજામ થયો છે. મેટ્રોનો જે સ્પાન મુકવામાં આવ્યો છે તે સ્પાનમાં ગાબડા પડી ગયા છે. જેને લઈને આખું તંત્ર દોડતું થઈ ગયું છે.

આ અંગે ફાયર ઓફિસરે જણાવ્યું કે, મેટ્રો પ્રોજેક્ટનો સ્પાન તૂટી ગયો છે એવો મેસેજ આવ્યો હતો. જેથી ફાયર ફાઇટર સહિતના સ્ટાફને મોકલી દેવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ મેનેજર સાથે વાત કરતા તેઓએ અમને જણાવ્યું હતું કે રાત્રે આ કામ કરવામાં આવશે અને આ સ્પાન ઉતારી લેવામાં આવશે. આ રોડ બંધ કરવામાં આવશે. એ પડવાનો નથી અને તેને રાત્રે ઉતારી લેવામાં આવશે

સુરત મેટ્રોનું વર્ષ 2027માં ઉદ્ઘાટન થવાનું છે ત્યારે એ પહેલા બ્રિજમાં મોટી ખામી સામે આવી છે. ભેસાણથી સારોલી મેટ્રો પ્રોજેક્ટ માટે 18 કિમી એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. વર્ષ 2022માં સુરત મેટ્રો લાઇન-2 કોરિડોરનું નિર્માણકાર્ય માટે સીએસ-6 પેકેજ હેઠળ મજૂરાથી સરોલી વચ્ચે 8.02 કિમીમાં નિર્મિત થનારા એલિવેટેડ માર્ગ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે 702 કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર (એલઓ) જારી કર્યો હતો. મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ મોટી બેદરકારી સામે આવી રહી છે. મેટ્રોનો જે સ્પાન છે તે એક તરફ નમી ગયો છે, તેના કારણે આ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી શક્યતાઓ છે. સ્પાનના સળિયા છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code