- રાજકોટમાં રાત્રે લોકોની ભીડ
- નિયમો હળવા થતા લોકો આનંદમાં
- 700 દિવસ બાદ રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ
રાજકોટ: લગભગ 700 દિવસ પછી શહેરમાંથી રાત્રિ કર્ફ્યુને હટાવવામાં આવતા લોકોમાં અત્યારે ખુશીનો માહોલ છે. લોકોને રાત્રિના સમયે ફરવાનો શોખ હોય છે તે હવે લોકો પુરો કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. વાત એવી છે કે રાજકોટ શહેરમાં કોરોનાના નિયમો સરકાર દ્વારા હળવા કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો રાત્રિના સમયે બહાર ફરવા નીકળ્યા હતા.
રાજકોટવાસીઓની રાત્રિ હવે વધુ રંગીન બનવા લાગી છે, રાત્રિ કર્ફ્યુંને પગલે રાત રાત ઉજાગરા અને નાઈટ આઉટ નો આનંદ કોરોનાને પગલે છીનવાઈ ગયો હતો, રાજકોટવાસીઓ માટે 700 દિવસ બાદ રાત્રિ કર્ફ્યુંમાંથી મુક્તિ મળી છે, જેને લઈને શહેરીજનો ઉત્સાહિત છે , તો રાત્રિની ખાણીપીણી અને આઈસ્ક્રીમ તેમજ અવનવા આઈસગોલાના શોખીનો માટે તો ભાવતું હતું ને વૈદે કીધું એવો ઘાટ સર્જાયો છે.
શિયાળાની વિદાયના દિવસોમાં જ ઘરની બહાર નીકળીને મોજમસ્તી કરવાની છૂટ મળતા જ જાણે શહેરીજનોએ બંધનમુક્તિ મળી હોઈ તેમ પહેલી રાત્રિની મોજ માણી હતી,મોડે સુધી ગાંઠિયા અને ચાની સાથે આઈસ્ક્રીમ અને ગરમ ખાણીપીણીની મોજ માણી છે, ઉનાળો નજીક જ હોઈ આઈસ્ક્રીમ અને અવનવા ઠંડા પીણા અને જ્યુસ સાથે વિવિધ વેરાયટીના ગોલા ખાવા માટે સ્વાદના શોખીનો થનગની રહ્યા છે તો નાઈટ આઉટ માટે કાલાવડ રોડ અને જામનગર રોડ હવે હોટ ફેવરીટ બન્યા છે.